આજે પૂરા થયેલા સપ્તાહમાં સેન્સેક્સમાં 743 પોઇન્ટ એટલે કે 0.90 ટકાનો જ્યારે નિફ્ટીમાં 181 પોઇન્ટ એટલે કે 0.72 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
આની તુલનાએ વીતેલા સપ્તાહમાં મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં તેજી જોવા મળી હતી અને બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સ 484 પોઇન્ટ એટલે કે 1.04 ટકા અને સ્મોલ કેપ ઇન્ડેક્સ 801 પોઇન્ટ એટલે કે 1.47 ટકા વધીને બંધ રહ્યો હતો. મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં તેજી રહેતા બીએસઇનું એમ કેપ પણ વીતેલા સપ્તાહમાં રૂ. 1.75 લાખ કરોડ વધ્યું હતું.
