અમદાવાદ સોના-ચાંદી બજારમાં ગુરૂવારે ચાંદી 1,000 રૂપિયા વધીને ફરી તેની તા. 9 જુનની 1,05,000 રૂપિયે પ્રતિ કિલોની ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચી ગઇ હતી.
જ્યારે સોનું 1,200 રૂપિયા વધીને 24 કેરેટમાં 10 ગ્રામનો ભાવ 1,00,700 રૂપિયા થયો હતો. વૈશ્વિક બજારમાં સોનું 53 ડોલર વધીને 3,386 રૂપિયા પ્રતિ ઔંસ થયું હતું. જ્યારે ચાંદી 51 સેંન્ટ ઘટીને 36.27 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. MCX માર્કેટમાં સોનામાં ઓગષ્ટ માસનો વાયદો 1,766 રૂપિયા વધીને 98,470 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. જ્યારે ચાંદીમાં જુલાઇ માસનો વાયદો 647 રૂપિયા વધીને 1,06,039 રૂપિયા પ્રતિ કિલો થયો હતો.
