અમદાવાદ સોના-ચાંદી બજારમાં બુધવારે સોનાના ભાવ સ્થિર રહ્યા હતા. જ્યારે ચાંદીમાં 2,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો.

કિલો ચાંદીનો ભાવ વધીને 1,04,000 રૂપિયા થયો હતો. જે તેની ઓલટાઇમ હાઇ સપાટીથી માત્ર 1,000 રૂપિયા છેટું છે. 24 કેરેટમાં 10 ગ્રામ સોનાનો ભાવ 99,500 ની સપાટીએ સતત બે દિવસથી સ્થિર છે.

વૈશ્વિક બજારમાં સોનું બે ડોલર ઘટીને 3,333 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. જ્યારે ચાંદી 47 સેંન્ટ ઘટીને 36.28 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. MCX માર્કેટમાં સોનામાં ઓગષ્ટ માસનો વાયદો 416 રૂપિયા વધીને 97,318 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. જ્યારે ચાંદીમાં જુલાઇ માસનો વાયદો 542 રૂપિયા ઘટીને 1,06,207 રૂપિયા પ્રતિ કિલો થયો હતો. કોમેક્સ બજારમાં સોનું 17.60 ડોલર વધીને 3,361 રૂપિયા પ્રતિ ઔંસ થયું હતું. કોમેક્સ ચાંદી 2.17 સેંન્ટ ઘટીને 36.425 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી.