અમદાવાદ સોના-ચાંદી બજારમાં બુધવારે સોનામાં 700 રૂપિયાનું ગાબડું પડયું હતું. જ્યારે ચાંદીમાં 1,500 રૂપિયાનો એક ઝાટકે વધારો જોવા મળ્યો હતો.
આ સાથે સોનામાં 24 કેરેટમાં 10 ગ્રામનો ભાવ 99,300 રૂપિયા થયો હતો. કિલો ચાંદીનો ભાવ 1,07,500 રૂપિયા થયો હતો. વૈશ્વિક બજારમાં સોનું 30 ડોલર ઘટીને 3,295 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. ચાંદી 21 સેંન્ટ ઘટીને 36.63 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. MCX માર્કેટમાં સોનામાં ઓગષ્ટ માસનો વાયદો 558 રૂપિયા ઘટીને 95,914 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. MCX ચાંદીમાં સપ્ટેમ્બર માસનો વાયદો 374 રૂપિયા ઘટીને 1,07,611 રૂપિયા પ્રતિ કિલો થયો હતો. કોમેક્સ સોનું 25.40 ડોલર ઘટીને 3,291.50 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. કોમેક્સ ચાંદી 0.44 સેંન્ટ ઘટીને 36.705 ડોલર પ્રતિ ઔંસ થઇ હતી. સોના-ચાંદી બજારમાં ચાંદી ભા વધારાની દ્રષ્ટિએ સોના કરતા આગળ નીકળી ગઇ છે. ઘરેણા ઉપરાંત ઔધોગિક એકમોમાં વપરાશને લઇને ચાંદીના ભાવ વઘી રહ્યા છે.
