કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ સામાજિક સુરક્ષા કવરેજને વિસ્તૃત કરવા માટે એક મહત્વપૂર્ણ વન-ટાઇમ યોજના શરૂ કરી છે, જેને Employment Enrollment Scheme (EES)-2025 કહેવામાં આવે છે. આ યોજના હેઠળ નોકરીદાતાઓને જુલાઈ 2017 થી ઓક્ટોબર 2025 દરમિયાન EPF કવરેજથી બહાર રહેલા પાત્ર કર્મચારીઓને સ્વૈચ્છિક રીતે EPF હેઠળ નોંધણી કરવાની છે. મહિનાની ખાસ તક આપવામાં આવી છે. સરળ પ્રક્રિયા, મર્યાદિત દંડ અને કાનૂની જોખમોમાં રાહત આ યોજના ખાસ કરીને નોકરીદાતાઓ માટે મોટી રાહત રૂપે જોવામાં આવી રહી છે, જ્યારે કર્મચારીઓને પણ લાંબા ગાળે મહત્વપૂર્ણ લાભ મળે છે.
વન-ટાઇમ પાલન
EPFO દ્વારા શરૂ કરાયેલ EES-2025 યોજના મૂળભૂત રીતે એક વન-ટાઇમ પાલન વિન્ડો છે. તેનો હેતુ એ છે કે જે સંસ્થાઓ અથવા કર્મચારીઓ ભૂતકાળમાં EPF એક્ટ હેઠળ આવરી લેવામાં ન આવ્યા હોય અથવા કવરેજ છૂટી ગયું હોય, તેમને ફરીથી EPFના દાયરામાં લાવવામાં આવે. EPFO ના સત્તાવાર નિવેદન મુજબ, આ યોજના નવેમ્બર 2025 થી અમલમાં આવશે અને તે દરમિયાન છ મહિનાનો સમયગાળો આપવામાં આવશે.
અગાઉ ન મળ્યો EPF લાભ
આ સમયગાળા દરમિયાન, નોકરીદાતાઓ સ્વૈચ્છિક રીતે એવા પાત્ર કર્મચારીઓની જાહેરાત અને નોંધણી કરી શકશે, જેમને અગાઉ EPF લાભ મળ્યો ન હતો. મહત્વની વાત એ છે કે જે સંસ્થાઓ અગાઉ EPF એક્ટ હેઠળ આવરી લેવામાં આવી ન હતી, તેઓ પણ આ વિન્ડો દરમિયાન કવરેજ માટે અરજી કરી શકશે.
સૌથી મોટો ફાયદો
EES-2025 નો સૌથી મોટો ફાયદો નોકરીદાતાઓને થાય છે. સામાન્ય રીતે EPF સંબંધિત ડિફોલ્ટમાં ભારે દંડ, વ્યાજ અને લાંબી કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડે છે. પરંતુ આ યોજના હેઠળ, જ્યાં કર્મચારીઓનું યોગદાન અગાઉ કાપવામાં આવ્યું ન હોય, ત્યાં નોકરીદાતાઓને માત્ર નોકરીદાતાનો હિસ્સો જ જમા કરાવવાનો રહેશે. કલમ 7Q હેઠળ વ્યાજ, વહીવટી શુલ્ક અને દંડાત્મક નુકસાન પણ ખૂબ મર્યાદિત રાખવામાં આવ્યું છે. દંડની રકમ મહત્તમ ₹100 સુધી સીમિત છે. આ રીતે, ભૂતકાળની ભૂલોને ઓછા ખર્ચે અને વિવાદ વિના નિયમિત કરવાની તક મળે છે.
આ સંસ્થાઓ માટે લાભદાયક
આ યોજના તે સંસ્થાઓ માટે પણ લાભદાયક છે જે હાલ મૂલ્યાંકન અથવા ચકાસણીની પ્રક્રિયામાં છે. EES-2025 હેઠળ તેઓ પોતાના બાકી પાલનને સરળતાથી નિયમિત કરી શકે છે અને કાનૂની અનિશ્ચિતતાથી બચી શકે છે. સાથે પ્રધાનમંત્રી વિકાસ ભારત રોજગાર યોજના હેઠળ મળતા લાભો પણ, સંબંધિત નિયમો અને શરતોને આધીન રહીને, મેળવી શકાય છે.
લાંબા ગાળાની સુરક્ષા
કર્મચારીઓની દૃષ્ટિએ જોવામાં આવે તો, EES-2025 તેમને લાંબા ગાળાની સામાજિક સુરક્ષા આપે છે. EPF કવરેજ મળવાથી નિવૃત્તિ બાદ બચત, પરિવાર માટે સુરક્ષા અને અન્ય EPFO સંબંધિત લાભો ઉપલબ્ધ બને છે. ખાસ કરીને કરાર આધારિત અને કેઝ્યુઅલ કામદારો માટે આ યોજના મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે, કારણ કે EPFO તેમને પણ ઔપચારિક સામાજિક સુરક્ષા ફ્રેમવર્કમાં લાવવા પ્રયાસ કરી રહ્યું છે. વ્યાપક ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે, EPFO ઓળખાયેલા ડિફોલ્ટર નોકરીદાતાઓને SMS અને ઇમેઇલ દ્વારા સંપર્ક કરશે અને તેમને EES-2025 નો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરશે. સાથે સાથે, દેશભરમાં જાગૃતિ અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે, જેથી નોકરીદાતાઓ યોજનાની જોગવાઈઓ, લાભો અને પ્રક્રિયા વિશે સારી રીતે માહિતગાર થાય.
આ પણ વાંચો : Automobile News: 7 સીટર કારમાં નવો વિકલ્પ, જાણો Nissan Gravite ના ફીચર્સ અને કિંમત