મોદી સરકારના કેન્દ્રમાં આ મહિને 11 વર્ષ પુરા થઈ જશે, વર્ષ 2014માં દેશમાં સત્તા આવ્યા પછી મોદી સરકારે દેશની જનતાને વર્ષ 2017માં પ્રચંડ વિજય અપાવ્યો. આ પછી 2024માં સરકારે ફરી એક વખત સફળતા મેળવી. મોદી સરકારે ઘણા એવા પગલા લીધા હતા, જેનાથી દેશના અર્થતંત્રે ખુબ ઝડપથી પ્રગતિ કરી હતી. તો આવો જાણીયે મોદી સરકારના કયા પ્રયત્નો અને પગલાઓ હતા જેનાથી ઈકોનોમીને બુસ્ટ કરવામાં મદદ મળી હતી. 

ઈકોનોમી 10માંથી ચોથા સ્થાન પર

મોદી સરકારની સૌથી મોટી સફળતા ડીજીપીની ઝડપને લઈને થઈ. ગયા 11 વર્ષ દરમિયાન ભારત દુનિયાના 10 માં અર્થતંત્ર પરથી ચોથા સ્થાન પર આવી ગયું. કેન્દ્રીય મંત્રી અને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું હતું કે આઈએમએફના નવા ડેટા આપણને ચોથા સ્થાન પર લઈને આવશે. તેમણે કહ્યું કે દુનિયામાં આપણે સૌથી વધુ ઝડપથી આગળ વધનાર ઈકોનોમી છીએ. મોદી સરકારના કાર્યકાળ દરમિયાન રક્ષા ક્ષેત્રમાં પણ ભારત ખૂબ ઝડપથી આત્મનિર્ભરતા તરફ વધ્યું છે. રક્ષા વિભાગમાં આજે ભારત બ્રહ્મોસ સહિત ઘણી મહત્વની મિસાઈલને એક્સપોર્ટ કરે છે. રક્ષા નિર્યાત લગભગ 33 ગણુ વધી ગયું છે. 

ઉદ્યોગોમાં વધારો

દેશના ઉદ્યોગોને મોદી સરકારના 11 વર્ષ દરમિયાન જોરદાર બૂસ્ટ મળ્યું છે. લગભગ 1.6 કરોડ યુવાઓનો જ્યાં કૌશ્લ્ય વિકાસ કરવામાં આવ્યો તો ત્યાં 1.6 લાખ સ્ટાર્ટ અપ અને 52.5 કોરડ મુદ્રા લોન વહેંચવામાં આવી. આજે ભારત મેન્યુફેક્ચરિંગમાં મેક ઈન્ડિયાના માધ્યમથી હબ બની રહ્યું છે. જ્યાં મોટી સંખ્યામાં નોકરીઓ જનરેટ થઈ છે. 

ધરતીથી લઈને આકાશ સુધી સિદ્ધિઓ

મોદી સરકારના આ 11 વર્ષની ઉપલબ્ધિઓમાં આકાશથી લઈને ઘરતી સુધી તેની ગુંજ સંભળાઈ છે. એક તરફ જ્યાં સરકારે સ્પેશ ઈકોનોમીની શરૂઆત કરી તો બીજી તરફ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર રોવરની સોફ્ટ લેન્ડીંગ કરાવનાર ભારત પહેલો દેશ બન્યું 

આટલું જ નહીં એક તરફ જ્યાં એરપોર્ટ 74 થી 160 થઈ ગયા, 1300 થી વધુ રેલ્વે સ્ટેશનને રી-ડેવલપ કરવામાં આવ્યા અને 136 વંદે ભારત ટ્રેન ચાલુ કરવામાં આવી તો બીજી તરફ લગભગ 23 થી વધુ શહેરોમાં મેટ્રોનું વિસ્તરણ કરવામાં આવ્યું. ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીયે તો નેશનલ હાઈવે 91,000 કિલોમીટરથી વધારીને 1.46 લાખ કિલોમીટર સુધી વધારવામાં આવ્યો.