જ્યારે GST દેશમાં લાગુ કરવામાં આવ્યો છે, ત્યારબાદ સરકારના ખજાનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે, હવે સરકારે GST કલેક્શન દ્વારા રેકોર્ડ બનાવી દીધો છે. નાણાકીય વર્ષ 2024-25માં સરકારે રેકોર્ડબ્રેક GST કલેક્શન કર્યુ છે. ખાસ વાત તો એ છે કે સરકારનું આ કલેક્શન છેલ્લા 5 વર્ષમાં બે ઘણું થઈ ગયું છે. જાણકારોના મત મુજબ GST કલેક્શનમાં આગામી વર્ષોમાં મોટો વધારો જોવા મળી શકે છે.
કેટલું થયું GST કલેક્શન?
ગ્રોસ GST કલેક્શન 5 વર્ષમાં બે ઘણું થઈને નાણાકીય વર્ષ 2024-25માં 22.08 લાખ કરોડ રૂપિયાના લાઈફટાઈમ હાઈ પર પહોંચી ગયો છે, જે નાણાકીય વર્ષ 2020-21માં 11.37 લાખ કરોડ રૂપિયા હતું. ગ્રોસ GST કલેક્શન નાણાકીય વર્ષ 2024-25માં 22.08 લાખ કરોડ રૂપિયાના પર પહોંચી ગયું છે. જે ગયા નાણાકીય વર્ષની તુલનામાં 9.4 ટકા વધારે છે. ખાસ વાત તો એ છે કે છેલ્લા 5 વર્ષમાં વાર્ષિક આધાર પર આ કલેક્શન લગભગ બે ઘણું થઈ ચૂક્યું છે. નાણાકીય વર્ષ 2024-25માં એવરેજ માસિક કલેક્શન 1.84 લાખ કરોડ રૂપિયા રહ્યું, જે 2023-24માં 1.68 લાખ કરોડ રૂપિયા અને 2021-22માં 1.51 લાખ કરોડ રૂપિયા હતું. જાણકારોના મતે આગામી વર્ષોમાં આ માસિક એવરેજ કલેક્શન 2 લાખ કરોડ રૂપિયાની આસપાસ પહોંચી શકે છે.
કેટલી થઈ ટેક્સપેયર્સની સંખ્યા?
GST હેઠળ રજિસ્ટર્ડ કરદાતાઓની સંખ્યા 2017માં 65 લાખ કરોડ હતી, જે વધીને 8 વર્ષમાં 1.51 થઈ ગઈ છે. GSTના 8 વર્ષો થવા પર એક સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું કે તેને લાગુ થયા બાદ GSTએ રેવેન્યુ કલેક્શન અને ટેક્સ બેસ વધારવામાં મજબૂત વધારો બતાવ્યો છે. GSTએ 2024-25માં 22.08 લાખ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યુ છે, જે વાર્ષિક આધારે 9.4 ટકાની વૃદ્ધિ છે.