રક્ષાબંધન પહેલા LPG ના ભાવમાં મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ દેશભરમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં 33.50 રૂપિયાનો ઘટાડો કર્યો છે. LPG સિલિન્ડરનો નવો ભાવ આજથી એટલે કે 1 ઓગસ્ટ 2025 થી અમલમાં આવ્યો છે. જોકે, LPG ના ભાવમાં હજુ સુધી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
14 કિલોગ્રામના LPG સિલિન્ડરના ભાવ યથાવત છે
14 કિલોગ્રામના LPG સિલિન્ડરના ભાવ યથાવત છે. 14 કિલોગ્રામના સિલિન્ડરના ભાવ છેલ્લે 8 એપ્રિલના રોજ બદલવામાં આવ્યા હતા, પરંતુ ત્યારથી તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે રક્ષાબંધન તહેવારને ધ્યાનમાં રાખીને LPG ના ભાવમાં ઘટાડો થઈ શકે છે, પરંતુ હજુ સુધી કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
દિલ્હીથી મુંબઈ સુધીના કોમર્શિયલ સિલિન્ડરના ભાવ
IOCLની વેબસાઇટ અનુસાર, 1 ઓગસ્ટથી લાગુ થતા નવા ભાવ - દિલ્હીમાં 19 કિલોગ્રામના LPG સિલિન્ડરનો ભાવ 1,631.50 રૂપિયા થઈ ગયો છે. અગાઉ તેની કિંમત 1,665 રૂપિયા હતી. જુલાઈ 2025 માં, કોલકાતામાં 19 કિલોગ્રામ સિલિન્ડરની કિંમત 1,769 રૂપિયા અને મુંબઈમાં 1,616.50 રૂપિયા હતી. અહીં પણ દરેક 19 કિલોગ્રામ સિલિન્ડર પર 33 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
પાંચમી વખત સતત ઘટાડો
છેલ્લી વખત જાન્યુઆરીથી માર્ચ દરમિયાન ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. ત્યારબાદ એપ્રિલથી સતત પાંચ વખત ભાવ ઘટી રહ્યા છે. 1 જુલાઈએ સિલિન્ડરમાં 58.50રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે આ વખતે પણ14 કિલોગ્રામના ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળી રહ્યો નથી.
LPG સિલિન્ડરનો ભાવ
14 કિલોગ્રામ LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. 14.03 કિલોગ્રામના ઘરેલુ LPG સિલિન્ડરનો ભાવ 8 એપ્રિલ, 2025થી બદલાયો નથી. દિલ્હીમાં તેની કિંમત 853 રૂપિયા છે, જ્યારે મુંબઈમાં 852.50 રૂપિયા, લખનૌમાં 890.50રૂપિયા, પટનામાં942.50 રૂપિયા, હૈદરાબાદમાં 905રૂપિયા અને ગાઝિયાબાદમાં850.50 રૂપિયા છે.