ભારતીય શેરબજારમાં Multibagger Stocksની યાદી લાંબી છે, પરંતુ તેમાં કેટલાક સ્ટોક્સ એવા હોય છે જે લાંબા ગાળે રોકાણકારોને અસાધારણ રીતે ધનવાન બનાવે છે. આવો જ એક સ્મોલ-કેપ પેની સ્ટોક છે Jindal Photo Ltd Share, જેણે છેલ્લા 5 વર્ષમાં પોતાના રોકાણકારોને કરોડપતિ બનાવી દીધા છે.


કિંમત માત્ર ₹8.15

3 એપ્રિલ 2020ના રોજ આ શેરની કિંમત માત્ર ₹8.15 હતી. ત્યારબાદ શેરે સતત તેજી બતાવી અને ગુરુવારે (અઠવાડિયાના ચોથા ટ્રેડિંગ દિવસે) તે લગભગ 1% વધારા સાથે ₹1,520.20 પર બંધ થયો. એટલે કે, માત્ર 5 વર્ષમાં શેર ₹8 થી વધીને ₹1,500થી વધુ પર પહોંચી ગયો છે.

18,552%નું મલ્ટિબેગર રિટર્ન

વળતરની ગણતરી કરીએ તો, આ સમયગાળામાં શેરે અંદાજે 18,552%નું મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે. જો કોઈ રોકાણકારે 5 વર્ષ પહેલા આ સ્ટોકમાં ₹1 લાખનું રોકાણ કર્યું હોત અને તેને જાળવી રાખ્યું હોય, તો આજે તેનું મૂલ્ય ₹1.86 કરોડથી વધુ થઈ ગયું હોત. સ્પષ્ટ છે કે આવા રોકાણકારો આજે કરોડપતિ બની ગયા હોત.

1 જાન્યુઆરી 2021એ ₹25 સુધી

શેરના ભાવમાં થયેલી વર્ષવાર વૃદ્ધિ પણ નોંધપાત્ર રહી છે. 3 એપ્રિલ 2020ના રોજ ₹8 પર રહેલો આ શેર 1 જાન્યુઆરી 2021એ ₹25 સુધી પહોંચ્યો. 31 ડિસેમ્બર 2021એ તે ₹253 પર ટ્રેડ થતો હતો. 30 ડિસેમ્બર 2022એ ભાવ ₹348 થયો, જ્યારે 29 ડિસેમ્બર 2023એ તે ₹594 પર પહોંચી ગયો. 27 ડિસેમ્બર 2024એ શેર ₹926ના સ્તરે ટ્રેડ થતો જોવા મળ્યો અને 2025માં તેણે ₹1,500નો આંકડો પાર કરી રોકાણકારોને વધુ સમૃદ્ધ બનાવ્યા.

Jindal Photo Limitedનું બજાર મૂડીકરણ

હાલમાં Jindal Photo Limitedનું બજાર મૂડીકરણ આશરે ₹1,560 કરોડ છે. શેરની 52 અઠવાડિયાની ઊંચી સપાટી ₹1,616.60 છે, જ્યારે નીચી સપાટી ₹536 રહી છે. 1986માં સ્થાપિત આ કંપની ફોટોગ્રાફિક બિઝનેસમાં એક અગ્રણી નામ ગણાય છે. કોડક અને ફુજીફિલ્મ જેવી જાણીતી બ્રાન્ડ્સ સાથે જોડાયેલી જિંદાલ ફોટો ગ્રાહકોમાં પણ ખાસ લોકપ્રિય છે.


Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. રોકાણ કરતા પહેલા તજજ્ઞો પાસેથી જાણકારી મેળવીલો (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)


આ પણ વાંચો : Petrol Diesel Price Today : તમારા ખિસ્સાને રાહત કે ઝટકો? જાણો તમારા શહેરના પેટ્રોલ-ડીઝલનો ભાવ


  • Follow us on: