કેન્દ્રીય કર્મચારીઓને દશેરા-દિવાળીના પહેલા મોટી ભેટ મળી. કેન્દ્ર સરકાર આજે બુધવારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોઁઘવારી ભથ્થું (DA - ડીએ) જાહેર કરવા જઈ રહી છે. સૂત્રો મુજબ, સરકાર મોંઘવારી ભથ્થામાં 3% સુધી વધારો કરવામાં આવ્યા.

તહેવારની સિઝનમાં કેન્દ્રીય કર્મચારીઓને ડીએ (મોંઘવારી ભથ્થુ) અને નિવૃત્ત કર્મચારીઓને DR (મોંઘવારી રાહત) વધારાની આતુરતાથી રાહ જોઈ રહી છે. લગભગ 1.15 કરોડ કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સ જુલાઈથી આ જાહેરાતની રાહ જોઈ રહ્યા છે. તેથી દિવાળીના પહેલા થનારી દરેક કેબિનેટ મીટિંગ પર તેમની નજર રહે છે.

જાન્યુઆરીમાં કેટલો થયો હતો DA-DR નો વધારો?

આ પહેલા, કેન્દ્રીય કેબિનેટે 1 જાન્યુઆરી 2025થી DA અને DRમાં 2%નો વધારો કર્યો હતો, જેને કારણે લગભગ 1.15 કરોડ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને લાભ મળ્યો હતો. આ વધારાના કારણે, મોંઘવારી ભથ્થુ મૂળ પગારના 53% માંથી વધીને 55% થયો હતો.

પગાર કેટલો વધશે?

હાલમાં કેન્દ્રીય કર્મચારીઓનો DA 55% છે. તેમાં આશરે 3%નો વધારો થવાની શક્યતા છે, જે બાદ DA 58% થઈ જશે. આ વધારો જુલાઈ 2025થી લાગુ માનવામાં આવશે. એટલે કે કર્મચારીઓને તેમના મૂળ પગારના 58% જેટલુ મોંઘવારી ભથ્થુ મળશે.