દિવાળીના અવસર પર મુહૂર્ત ટ્રેડિંગ સત્રની શરૂઆત તેજી સાથે થઇ છે. બીએસઇ સેન્સેક્સએ કારોબારની શરૂઆત 577 પોઇન્ટના વધારા સાથે 84,529 અંકે થઇ. જ્યારે નિફ્ટી 52.35 પોઇન્ટના વધારા સાથે 25895 અંકે ખૂલ્યું.
તેજી સાથે ખૂલ્યું શેરમાર્કેટ
આ સમય દરમિયાન, ઇન્ફોસિસ, ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા સ્ટીલ વગેરેના શેરમાં વધારો જોવા મળ્યો છે. નિષ્ણાતોના મતે, શેરબજારમાં વધારો ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો, તહેવારોની મોસમ દરમિયાન રેકોર્ડ ખરીદી, સારા ત્રિમાસિક પરિણામોને કારણે છે. તે જ સમયે, એશિયન અને અમેરિકન બજારોમાં પણ વધારો થયો છે. શેરબજારમાં આ વધારાને કારણે, શેરબજારના રોકાણકારોએ થોડીવારમાં જ 2.71 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે.
