ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે મોડી રાત્રે ફાર્મા સહિત અનેક સેક્ટર પર ટેરિફની જાહેરાત કરી. ફાર્મા પર 100 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. જેની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી રહી છે. આજે ઘટાડા સાથે શેર બજાર ખૂલ્યું. જેમાં ખાસ કરીને ફાર્મા કંપનીઓના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્યો.


આ ફાર્મા કંપનીના શેર્સમાં ઘટાડો

ટ્રમ્પ ટેરિફ જાહેરાત બાદ પાંચ ભારતીય ફાર્મા શેરમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો. જેમાં ઓરોબિંદો, લુપિન, ડીઆરએલ, સન ફાર્મા અને બાયોકોનનો સમાવેશ થાય છે. તેમાં તીવ્ર ઘટાડો થયો. અરવિંદો ફાર્મા 1.91 ટકા ઘટીને ₹1,076 પર ટ્રેડ થઈ રહ્યો હતો. લુપિન શેર લગભગ 3 ટકા ઘટીને ₹1,918.60 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

સન ફાર્માના શેર 3.8 ટકા ઘટીને ₹1,580 પર ટ્રેડ થઈ રહ્યા હતા. સિપ્લાના શેર 2 ટકા ઘટીને. સ્ટ્રાઈડ્સ ફાર્મા સાયન્સ 6 ટકા, નેટકો ફાર્મા 5 ટકા, બાયોકોન 4 ટકા, ગ્લેનફાર્મા 3.7 ટકા, ડિવિલાબ 3 ટકા, આઈપીસીએ લેબ્સ 2.5 ટકા અને ઝાયડસ લાઈફ 2 ટકા ઘટી ગયા હતા. મેનકાઇન્ડ ફાર્મામાં પણ 3.30 ટકા ઘટાડો થયો હતો.

બીએસઈના ટોચના 30 શેરોમાં સન ફાર્મામાં સૌથી મોટો 3.8 ટકાનો ઘટાડો થયો હતો. આ પછી ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા અને એશિયન પેઇન્ટ્સ સહિત 25 શેરોમાં 2 ટકા સુધીનો ઘટાડો થયો હતો. બાકીના 5 શેરોમાં વધારો થયો હતો.

રોકાણકારોને નુકસાન 

શેરબજારમાં ઘટાડાને કારણે આજે રોકાણકારોને નોંધપાત્ર નુકસાન થયું છે. BSE માર્કેટ મૂડી ગઈકાલે ₹457 લાખ કરોડની સરખામણીમાં આજે ₹454 લાખ કરોડનું નુકસાન થયું છે. આનો અર્થ એ થયો કે રોકાણકારોએ આશરે ₹3 લાખ કરોડનું નુકસાન કર્યું છે.

  • Follow us on: