એશિયન બજારોમાં સકારાત્મક વલણ વચ્ચે ભારતીય શેરબજારો મંગળવારે (25 માર્ચ) સતત બીજા ટ્રેડિંગ સત્રમાં વધારા સાથે ખુલ્યા. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન બાદ બજારમાં ખરીદીની પ્રવૃત્તિ જોવા મળી રહી છે. સોમવારે, ટ્રમ્પે પુનરોચ્ચાર કર્યો કે મધ્ય પૂર્વમાં સંઘર્ષને સમાપ્ત કરવા અંગે ચર્ચાઓ ચાલી રહી છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમેરિકાએ ઈરાનના સમગ્ર નેતૃત્વને ખતમ કરી દીધું છે, અને હવે એક નવું નેતૃત્વ ઉભરી આવ્યું છે.
25 માર્ચે શેરબજારમાં તેજી
30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ સોમવારે 74,068 ના બંધ સ્તરની તુલનામાં 600 પોઈન્ટથી વધુ વધીને 74,652.01 પર ખુલ્યો. સવારે 9:20 વાગ્યે, તે 816.86 પોઈન્ટ અથવા 1.10 ટકા વધીને 74,885.31 પર ટ્રેડ થઈ રહ્યો હતો. સવારે 9.30 કલાકે સેન્સેક્સ પોઇન્ટના વધારા સાથે અંકે ખૂલ્યો.
તેવી જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી-50 પણ 23,000 ના આંકને પાર કરીને 23,064 પર ખુલ્યો. સવારે 9:21 વાગ્યે, તે 23,181 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જેમાં 269.20 પોઈન્ટ અથવા 1.17 ટકાનો વધારો થયો હતો. સવારે 9.30 કલાકે નિફ્ટી પોઇન્ટના વધારા સાથે અંકે ખૂલ્યો
વૈશ્વિક બજારોની શું છે સ્થિતિ ?
બુધવારે શરૂઆતના ટ્રેડિંગમાં જાપાન, દક્ષિણ કોરિયા, ચીન અને ઓસ્ટ્રેલિયાના બજારો વધારા સાથે ખુલ્યા. આ ટ્રમ્પના નિવેદનથી પ્રેરિત હતું, જેનાથી આશા જાગી હતી કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલી તણાવપૂર્ણ પરિસ્થિતિ ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે. જાપાનનો નિક્કી 225 અને દક્ષિણ કોરિયાનો KOSPI અનુક્રમે 2.9 ટકા અને 3.05 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. દરમિયાન, યુએસમાં, S&P 500 અને ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ સોમવારે નીચા સ્તરે બંધ થયા, જેમાં અનુક્રમે 0.37 ટકા અને 0.18 ટકાનો ઘટાડો થયો. નાસ્ડેક કમ્પોઝિટ 0.84 ટકા ઘટીને બંધ થયો.
બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો. 'ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ' ના અહેવાલ મુજબ, યુદ્ધ ટાળવાના પ્રયાસમાં અમેરિકાએ પાકિસ્તાન દ્વારા ઈરાનને 15-પોઇન્ટની યોજના મોકલી છે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે તેહરાન શાંતિ કરાર માટે તૈયાર છે.
આ પણ વાંચો: ભારતના કયા રાજ્યમાં તેલના સૌથી વધારે કૂવા ?