જ્યારે નક્કી થયેલી EMIનું પેમેન્ટ થઈ શકતું નથી, ત્યારે લોન લેનાર વ્યક્તિએ બાઉન્સ ચાર્જની સાથે અન્ય ખર્ચ પણ ભોગવવા પડી શકે છે. જોકે, આ દરેક લોન આપતી સંસ્થા અને લોનના પ્રકાર પ્રમાણે અલગ હોય છે.
પગાર મોડો જમા થવો, બેંક અકાઉન્ટમાં પૂરતા પૈસા ન હોવા અથવા કોઈ ટેક્નિકલ સમસ્યા ઉભી થવાથી પણ EMIનું પેમેન્ટ ફેલ થઈ શકે છે. આ કારણે લોન લેનાર વ્યક્તિએ માત્ર લેન્ડરની પેનલ્ટી જ ચૂકવવી પડતી નથી, પરંતુ EMI બાઉન્સ થવાથી ક્રેડિટ સ્કોર પણ ઘટી શકે છે. કારણ કે મિસ થયેલા અથવા મોડા પેમેન્ટની માહિતી ક્રેડિટ બ્યુરોને આપવામાં આવે છે. જોકે, આ માહિતી ક્યારે રિપોર્ટ થશે અને ભૂલ સુધારવા માટે ગ્રેસ પિરિયડ મળશે કે નહીં, તે લાગુ નિયમો પર આધાર રાખે છે. જો ઓટો-ડેબિટ બેંકિંગ પોર્ટલની ટેક્નિકલ ખામી અથવા ભૂલને કારણે ફેલ થયું હોય, તો આવા કિસ્સામાં આ જોગવાઈ ઉપયોગી બની શકે છે.
EMI બાઉન્સ કેમ થાય છે?
જ્યારે લેન્ડર તમારા બેંક અકાઉન્ટમાંથી નક્કી થયેલી EMI ઓટો-ડેબિટ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ પેમેન્ટ ફેલ થઈ જાય છે, ત્યારે તેને EMI બાઉન્સ થયું એમ કહેવામાં આવે છે. અકાઉન્ટમાં પૂરતા પૈસા ન હોવા એ સામાન્ય કારણ છે. આ ઉપરાંત ટ્રાન્ઝેક્શનની સમયમર્યાદા પૂરી થઈ ગઈ હોય, NACH અથવા ECS મેન્ડેટ ખોટી રીતે લિંક થયેલું હોય અથવા કોઈ ટેક્નિકલ સમસ્યા હોય તો પણ પેમેન્ટ ફેલ થઈ શકે છે.
જ્યારે નક્કી થયેલી EMIનું પેમેન્ટ થઈ શકતું નથી, ત્યારે લોન લેનાર વ્યક્તિએ બાઉન્સ ચાર્જની સાથે અન્ય ખર્ચ પણ ભોગવવા પડી શકે છે. જોકે, આ દરેક લેન્ડર અને લોનના પ્રકાર પ્રમાણે અલગ હોય છે.
પર્સનલ લોનમાં દરેક ફેલ થયેલા પેમેન્ટ પર સામાન્ય રીતે 300થી 1,200 રૂપિયા સુધીના ચાર્જ લાગી શકે છે. કેટલાક પ્રાઇવેટ લેન્ડર અને NBFC વધારે ચાર્જ પણ લઈ શકે છે અથવા બાકી રકમ પ્રમાણે ફી નક્કી કરી શકે છે.
શું તમને ગ્રેસ પિરિયડ મળે છે?
RBIની 2023ની પેનલ ચાર્જ સંબંધિત ગાઇડલાઇન્સ અનુસાર, બેંકો અને અન્ય લેન્ડર્સે લોન લેનાર વ્યક્તિને ગ્રેસ પિરિયડ વિશે માહિતી આપવી જરૂરી છે. આ સમય સામાન્ય રીતે લગભગ 7 દિવસનો હોય છે. મિસ થયેલી EMIની માહિતી ક્રેડિટ બ્યુરોને મોકલવામાં આવે તે પહેલાં આ ગ્રેસ પિરિયડ મળી શકે છે.
આ સમય લોન લેનાર વ્યક્તિને સ્થિતિ સુધારવા અને પોતાનો ક્રેડિટ સ્કોર જાળવી રાખવા માટે થોડો સમય આપે છે. જોકે, આ માહિતી માત્ર ત્યારે લાગુ પડે છે જ્યારે તમે પહેલીવાર પેમેન્ટ ચૂકો છો.
ત્યારબાદ લેટ પેમેન્ટ ઇન્ટરેસ્ટ અને પેનલ્ટી ચાર્જ વધવા લાગે છે. લેન્ડર પેમેન્ટ માટે તમને વારંવાર ફોન પણ કરી શકે છે. જો તમે વારંવાર પેમેન્ટની સમયમર્યાદા ચૂકો છો, તો લેન્ડર તમારા અકાઉન્ટને હાઇ રિસ્ક માની શકે છે અને મામલો કલેક્શન એજન્સીને સોંપી શકે છે.
ગંભીર કિસ્સામાં, ખાસ કરીને મોટી લોનના પેમેન્ટની બાબતમાં, લેન્ડર પાસે Negotiable Instruments Act હેઠળ કાયદાકીય કાર્યવાહી શરૂ કરવાનો અથવા Debt Recovery Tribunal દ્વારા બાકી રકમ વસૂલવાનો વિકલ્પ પણ હોય છે. RBI સ્પષ્ટપણે કહે છે કે પેનલ ચાર્જ નક્કી કરેલી મર્યાદામાં હોવા જોઈએ, લોન એગ્રીમેન્ટમાં તેની સ્પષ્ટ માહિતી આપવી જોઈએ અને લેન્ડર માટે તે માત્ર કમાણીનું સાધન ન બનવું જોઈએ.
EMI બાઉન્સ થાય તો ક્રેડિટ સ્કોર કેવી રીતે ઘટી શકે?
જો તમારી બાઉન્સ થયેલી EMIની માહિતી CIBIL જેવા ક્રેડિટ બ્યુરોને આપવામાં આવે છે, તો તમારો ક્રેડિટ સ્કોર આશરે 30થી 100 પોઈન્ટ સુધી ઘટી શકે છે. જોકે, તેની અસર તમારી અગાઉની ક્રેડિટ હિસ્ટ્રી, પેમેન્ટ કરવાની તમારી ટેવ અને લેન્ડર મોડા પેમેન્ટની માહિતી કેવી રીતે રિપોર્ટ કરે છે તેના પર આધાર રાખે છે.
ક્રેડિટ સ્કોરિંગ મોડલમાં પેમેન્ટ હિસ્ટ્રીને સૌથી વધુ મહત્વ આપવામાં આવે છે અને તેનું વેઇટેજ આશરે 35% હોય છે. તેથી એકવાર રિપોર્ટ થયેલું EMI બાઉન્સ પણ તમારા સ્કોર પર મોટી અસર કરી શકે છે. આ રેકોર્ડ તમારી ક્રેડિટ રિપોર્ટમાં ઘણા વર્ષો સુધી જોવા મળી શકે છે. આમ, પેમેન્ટ ડિફોલ્ટના ગંભીર પરિણામો આવી શકે છે.