બોલીવુડ અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરના અચાનક અવસાનથી બધાને આઘાત લાગ્યો છે. 12 જૂન 2025ના રોજ પોલો રમતી વખતે બિઝનેસમેનને હાર્ટ એટેક આવતા નિધન થયું હતું. ઘણા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે સંજય કપૂરે પોલો રમતી વખતે મધમાખી ગળામાં કરડી હતી તેથી તેમનું  મૃત્યુનું નિપજ્યું છે. હવે ડોક્ટરોએ સંજય કપૂરના મૃત્યુનું સાચું કારણ શું હતું તે જણાવ્યું છે.

સંજય કપૂર એક પ્રખ્યાત પોલો ખેલાડી હતા. તેમને પોલો રમવાનો ખૂબ શોખ હતો અને તેમણે 53 વર્ષની ઉંમરે પોલો રમતી વખતે અંતિમ શ્વાસ લીધા છે. પોલો ગેમ રમતી વખતે સંજય કપૂરને મધમાખી ગળી ગયા અને ગૂંગળામણથી હાર્ટ એટેક આવ્યો હતો એવું કારણ સામે આવ્યું હતું. ડોક્ટરે સંજય કપૂરના મૃત્યુ અંગે ખુલાસો કર્યો છે.

શું મધમાખીથી હાર્ટ એટેક આવી શકે?

ડોક્ટર અનુસાર, સંજય કપૂરને ગળામાં મધમાખીના ડંખને કારણે હૃદયરોગનો હુમલો આવ્યો હોવાના દાવા પર પોતાનો અભિપ્રાય આપ્યો. તેમણે કહ્યું હતું કે, 'આ મધમાખીના ડંખની એનાફિલેક્ટિક પ્રતિક્રિયા તરીકે થઈ શકે છે જોકે આ બહુ સામાન્ય નથી. સવાલ એ રહે છે કે શું મધમાખી તેમના મોંમાં ગઈ જેના કારણે આ સમસ્યા થઈ અથવા તેમને ગૂંગળામણને કારણે  હાર્ટ એટેક આવ્યો કે પોલો રમતી વખતે  હાર્ટ એટેક આવ્યો.'

શું સંજય કપૂરને પોલોને કારણે હાર્ટ એટેક આવ્યો?

ડોક્ટર અનુસાર, સંજય કપૂરના હાર્ટ એટેકનું એક કારણ પોલો પણ હોઈ શકે છે. તેમણે કહ્યું હતું કે, 'યુવાનોમાં હાર્ટ એટેક ખૂબ જ સામાન્ય છે. પોલો જેવી તીવ્ર પ્રવૃત્તિઓ તણાવનું કારણ બની શકે છે.'

કાર્ડિયોલોજિસ્ટ શું કહે છે?

કાર્ડિયોલોજિસ્ટે સંજય કપૂરના હાર્ટ એટેક વિશે વાત કરી. તેમણે કહ્યું હતું કે, 'જો મધમાખી જીભને ડંખ મારે છે તો મધમાખીનું ઝેર તરત જ લોહીમાં ઓગળી જાય છે અને તે લોહી એલર્જીક પ્રતિક્રિયા નામની પ્રક્રિયાનું કારણ બની શકે છે. હવે સામાન્ય રીતે દર્દીને હળવી ખંજવાળ જેવી એલર્જી હોઈ શકે છે. પરંતુ કેટલાક લોકોમાં જે દર્દીઓ એલર્જી પ્રત્યે સંવેદનશીલ હોય છે તેમને ગંભીર એલર્જી થઈ શકે છે જેને એનાફિલેક્સિસ કહેવામાં આવે છે અને આનાથી કાર્ડિયાક અરેસ્ટ થઈ શકે છે.'