કરિશ્મા કપૂરના ભૂતપૂર્વ પતિ અને ઉદ્યોગપતિ સંજય કપૂરનું 12 જૂને ઈંગ્લેન્ડમાં પોલો રમતી વખતે હાર્ટ એટેકથી નિધન થયું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે, સંજય કપૂરના અંતિમ સંસ્કાર ભારતમાં થશે. પરંતુ 6 દિવસ બાદ પણ હજુ સુધી તેમના અંતિમ સંસ્કાર થયા નથી. તો બીજી તરફ સંજયના મૃત્યુ બાદ તેમની ત્રીજી પત્ની વિશે કોઈ સમાચાર નથી.

કરિશ્માના પૂર્વ પતિ સંજય કપૂરનો મૃતદેહ ક્યાં?

કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરના મૃત્યુને 6 દિવસ થઈ ગયા છે પરંતુ તેમના અંતિમ સંસ્કાર હજુ સુધી કરવામાં આવ્યા નથી. પરિવારના એક સભ્યે માહિતી આપી હતી કે, તેમના અંતિમ સંસ્કાર દિલ્હીમાં થવાના છે અને તેમની અમેરિકન નાગરિકતાને કારણે કાનૂની ઔપચારિકતાઓને કારણે તેમના મૃતદેહને ભારત લાવવામાં થોડો વિલંબ થઈ રહ્યો છે. પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે છેલ્લા 6 દિવસમાં ન તો સંજય કપૂરના અંતિમ સંસ્કાર અંગે કોઈ અપડેટ આવ્યું છે અને ન તો સંજયનો મૃતદેહ ક્યાં છે તે અંગે કોઈ માહિતી બહાર આવી છે.

સંજય કપૂરના અંતિમ સંસ્કાર અંગે ઉઠ્યા સવાલો

સંજય કપૂરનો મૃતદેહ ક્યાં છે તે અંગે અનેક ફેન્સ સવાલો ઉઠાવી રહ્યા છે. ત્યારે હવે સવાલો એવા ઉભા થઈ રહ્યા છે કે, કોઈ કાનૂની કાર્યવાહીને કારણે સંજયનો મૃતદેહ હજુ પણ લંડનમાં અટવાયેલો છે? કે પછી કાનૂની અડચણોને કારણે તેમના અંતિમ સંસ્કાર લંડનમાં જ કરવામાં આવ્યા હતા? કે પછી સંજય કપૂરને ભારત લાવીને કોઈને જાણ કર્યા વિના શાંતિથી અગ્નિસંસ્કાર આપવામાં આવ્યા છે? સંજય કપૂરના અંતિમ સંસ્કાર અંગે નેટીઝન્સ ઘણા સવાલો કરી રહ્યા છે.

સંજય કપૂરના અંતિમ સંસ્કાર અંગે કોઈ અપડેટ નહીં

એવું કહેવામાં આવી રહ્યું છે કે સંજયની અમેરિકન નાગરિકતાને કારણે કેટલીક કાનૂની સમસ્યાઓ છે જેના કારણે તેમના મૃતદેહને ભારત લાવવામાં વિલંબ થઈ રહ્યો છે. જોકે, ત્યારથી પરિવારે સંજય કપૂરના અંતિમ સંસ્કાર અંગે કોઈ અપડેટ જાહેર કર્યું નથી. સાથે જ સંજયના મૃત્યુ બાદ તેમની ત્રીજી પત્ની પ્રિયા સચદેવ પણ મીડિયાની સામે આવી નથી.

સંજય કપૂરનો પરિવાર દિલ્હીમાં રહે છે. તેમના પરિવારમાં પત્ની પ્રિયા સચદેવ, પુત્ર અઝારિયસ, સાવકી પુત્રી સફિરા, માતા રાની કપૂરનો સમાવેશ થાય છે. તેમની બે બહેનો પણ છે જે વિદેશમાં રહે છે. તેમના પિતા સુરેન્દ્ર કપૂરનું વર્ષ 2015માં અવસાન થયું હતું.