કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા દેશભરના લાખો પગારદાર કર્મચારીઓ અને નોકરીદાતાઓ માટે એક અત્યંત મહત્વપૂર્ણ અપડેટ જારી કરવામાં આવ્યું છે. EPFO એ તમામ કંપનીઓ અને નોકરીદાતાઓને ઓક્ટોબર ૨૦૨૬ મહિના માટેનું PF ભંડોળ સમયસર જમા કરાવવા માટે કડક આદેશ આપ્યો છે. આ માટેની અંતિમ તારીખ ૧૫ નવેમ્બર, ૨૦૨૬ નક્કી કરવામાં આવી છે. સમયમર્યાદા પૂરી થવામાં માત્ર થોડા જ દિવસો બાકી હોવાથી, તમામ કંપનીઓને તાત્કાલિક ધોરણે તેમના ECR (ઇલેક્ટ્રોનિક ચલણ-કમ-રિટર્ન) ફાઇલ કરવાની સલાહ આપવામાં આવી છે.

PF કર્મચારીઓ માટે મોટા સમાચાર

EPFO ના નિયમો મુજબ, નિર્ધારિત સમયમર્યાદામાં ECR ફાઇલ કરીને PF જમા કરાવવું અનિવાર્ય છે. સમયસર યોગદાન જમા થવાથી કર્મચારીઓના પીએફ ખાતામાં નાણાં સમયસર પહોંચી જાય છે અને તેમને વ્યાજનું નુકસાન વેઠવું પડતું નથી. જો કોઈ કંપની ૧૫ નવેમ્બરની આ સમયમર્યાદા ચૂકી જાય છે, તો તેમને ભારે વિલંબ ફી (પેનલ્ટી) અને કાનૂની દંડનો સામનો કરવો પડી શકે છે. ECR એ એક એવું માસિક રિટર્ન છે જેમાં દરેક કર્મચારીના પગારમાંથી કપાતી રકમ અને કંપની દ્વારા ફાળવવામાં આવતા EPF, EPS (પેન્શન) તથા EDLI (વીમા) ના યોગદાનની સંપૂર્ણ વિગતો નોંધવામાં આવે છે.

વેતન મર્યાદામાં કરવામાં આવેલા ફેરફારને કારણે અસર

આ ઉપરાંત, EPFO દ્વારા PF વેતન મર્યાદામાં કરવામાં આવેલા ફેરફારે પણ મોટી અસર સર્જી છે. અગાઉ પીએફની મર્યાદા ₹15000 હતી, જેના આધારે મહત્તમ માસિક કર્મચારી યોગદાન ₹1800 થતું હતું. હવે આ મર્યાદા વધારીને ₹25,000 કરવામાં આવતા મહત્તમ યોગદાન વધીને ₹3000 સુધી પહોંચી શકે છે. આ ફેરફારને કારણે કંપનીઓએ તેમની પેરોલ સિસ્ટમ અને સોફ્ટવેરમાં અપડેટ કરવું પડી રહ્યું છે.

આટલી આવક ધરાવતા લોકો માટે PF ફરજિયાત

જે કંપનીઓ પહેલેથી જ વાસ્તવિક પગારના 12% લેખે ફાળો આપી રહી છે તેમના માટે ગણતરી લગભગ સમાન રહેશે, પરંતુ ₹15,000 થી ₹25,000 વચ્ચેની આવક ધરાવતા નવા કર્મચારીઓ હવે ફરજિયાતપણે EPF ના દાયરામાં આવી જશે. આ ફેરફારોને ધ્યાનમાં રાખીને કર્મચારીઓ અને કંપનીઓ બંનેએ નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જરૂરી બન્યું છે.

આ પણ વાંચોઃ Pensioners માટે મોટા સમાચાર, 30 નવેમ્બર છેલ્લી તારીખ! ઘરે બેઠા આ રીતે UMANG એપથી બનાવો જીવન પ્રમાણપત્ર