કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ)ના નિયમોમાં ફેરફાર પર વિચાર કરી રહી છે જેથી અંશધારકોને પોતાની બચત વાપરવા માટે વધુ સ્વતંત્રતા મળી શકે. હાલમાં, જરૂર પડે ત્યારે જેમ કે મકાન ખરીદવા, લગ્ન અથવા શિક્ષણ માટે કેટલાક પૈસા ઉપાડી શકાય છે. એક રિપોર્ટ અનુસાર, કેન્દ્ર સરકાર એક વર્ષની અંદર ઉપાડના નિયમોને સરળ બનાવવા પર વિચાર કરી રહી છે. સરકારનું તાર્કિક છે કે, આ પૈસા એમના પોતાનાં છે, તો તેમને એમની જરૂરિયાત પ્રમાણે ફંડ મેનેજમેન્ટ કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ.

ભારતમાં ઈપીએફઓના કુલ નોંધાયેલ સભ્યોની સંખ્યા 2023-24માં વધીને 73.7 મિલિયન (7.37 કરોડ) થઈ ગઈ હતી. જુલાઈ 2025માં પણ 21 લાખ નવા સભ્યો જોડાયા હતા.

હાલના ઉપાડના નિયમો શું છે?

હાલ, ઈપીએફઓ સભ્ય પોતાની આખી રકમ માત્ર નિવૃત્તિ પછી અથવા બે મહિનાથી વધુ સમય માટે બેરોજગાર રહે ત્યારે જ ઉપાડી શકે છે. આંશિક ઉપાડ પણ માત્ર નિર્ધારિત પરિસ્થિતિઓમાં જ મંજૂર છે.

લગ્ન માટે: ઓછામાં ઓછા 7 વર્ષની સેવા ધરાવતો કોઈપણ સભ્ય પોતાનું યોગદાન અને વ્યાજ સહિત તેની 50% રકમ ઉપાડી શકે છે. આ ન માત્ર પોતાનાં લગ્ન માટે, પણ ભાઈ-બહેન અથવા સંતાનના લગ્ન માટે પણ લાગુ પડે છે.

મકાન માટે: મકાન માટે ઉપાડની મર્યાદા કુલ રકમની 90% સુધી છે. મિલકત સભ્ય, તેમના જીવનસાથી અથવા સંયુક્ત માલિકીના નામે હોવી જોઈએ અને સભ્યએ ઓછામાં ઓછા 3 વર્ષની સેવા પૂર્ણ કરી હોય.

શિક્ષણ માટે: કોઈ પણ અંશદારો પોતાનું યોગદાન વ્યાજ સહિત 50% સુધી ઉપાડી શકે છે, પણ તેમાં ઓછામાં ઓછા 7 વર્ષની સેવા જરૂરી છે. આ ઉપાડ માત્ર બાળકોની માધ્યમિક શિક્ષણ પછીની અભ્યાસ માટે જ માન્ય છે.

https://twitter.com/socialepfo/status/1969967388675485792

શું થઇ શકે છે પ્રસ્તાવિત ફેરફાર?

મનીકંટ્રોલે જુલાઈમાં પહેલેથી જ અહેવાલ આપ્યો હતો કે સરકાર એક નવા માળખા પર વિચાર કરી રહી છે, જેના અંતર્ગત ઈપીએફઓના સભ્યોને દર 10 વર્ષે પોતાનો આખો ફંડ કે તેનો કેટલોક ભાગ ઉપાડવાની મંજૂરી મળી શકે. એક અધિકારીએ કહ્યું હતું, દર 10 વર્ષે દરેક ઈપીએફઓ સભ્યના ડિપોઝિટમાં કોઈક વૃદ્ધિ થશે અને તેમને નક્કી કરવું પડશે કે તેઓ શું કરવું છે. વિશેષજ્ઞોનું માનવું છે કે નિયમોમાં છૂટછાટ આપવી ખાસ કરીને નીચી અને મધ્યમ આવક ધરાવતા લોકોને લાભદાયક સાબિત થશે, જેમને ઘણીવાર તત્કાલ રકમની જરૂરિયાત પડતી હોય છે.