ભારતીય શેરબજારમાં 2025 દરમિયાન ઘણા મોટા ઉતાર ચઢાવ જોવા મળ્યા પણ તેમ છતાં 1 લાખ કરોડ રૂપિયાથી વધારેની માર્કેટકેપ ધરાવતી કંપનીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. આ લાર્જકેપ શેરમાં રોકાણની વધતી ભાગીદારીને દર્શાવે છે. વર્ષ 2025માં અત્યાર સુધીમાં લગભગ 110 કંપનીઓ એવી રહી ચૂકી છે, જેનું માર્કેટ કેપિટલ 1 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગયું છે.
2024માં આ સંખ્યા 97 કંપનીઓની હતી
આ કંપનીઓ મળીને BSEમાં લિસ્ટેડ તમામ કંપનીઓના કૂલ માર્કેટ કેપનો લગભગ 62 ટકા હિસ્સો ધરાવે છે. ત્યારે 2024માં આ સંખ્યા 97 કંપનીઓની હતી, જે કૂલ માર્કેટ કેપના લગભગ 60 ટકા હિસ્સો હતી. એટલે કે એક વર્ષમાં આ ક્લબમાં કંપનીઓની સંખ્યામાં લગભગ 12.4 ટકાનો વધારો થયો છે. માર્કેટ કેપ મુજબ જોવા જઈએ તો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડએ 2025માં દેશની સૌથી વધુ માર્કેટ વેલ્યુવાળી કંપનીનો તાજ જાળવી રાખ્યો છે.
ભારતી એરટેલ ત્રીજા સ્થાન પર રહી
રિલાયન્સનું માર્કેટ કેપિટલ 20.89 લાખ કરોડ રહ્યું છે. ત્યારે બીજા સ્થાને HDFC બેન્કનું નામ છે, જેનું માર્કેટ કેપિટલ 15.07 લાખ કરોડ સુધી પહોંચી ચૂક્યું છે. ત્યારે ટેલિકોમ સેક્ટરની દિગ્ગજ કંપની ભારતી એરટેલ લગભગ 12.75 લાખ કરોડના માર્કેટ કેપ સાથે ત્રીજા સ્થાન પર રહી છે. 1 લાખ કરોડના માર્કેટ કેપ વાળા ક્લબમાં હવે કૂલ 110 કંપનીઓ સામેલ થઈ ચૂકી છે. જેમાંથી 20 કંપનીઓ એવી છે, જેમને 2025માં પ્રથમવાર આ સિદ્ધિ હાંસલ કરી છે. આ સિવાય 4 નવી લિસ્ટેડ કંપનીઓ પણ સીધી જ આ ક્લબમાં પહોંચી ચૂકી છે, જેમાં LG ઈલેક્ટ્રોનિક્સ, ટાટા કેપિટલ, ગ્રો અને મીશોનું નામ સામેલ છે.
આ કંપનીઓના નામ છે સામેલ
2025માં એવી ઘણી કંપનીઓ પણ 1 લાખ કરોડ ક્લબમાં સામેલ થઈ છે, જે અગાઉથી જ શેરબજારમાં લિસ્ટેડ હતી. જેમાં મુથુટ ફાઈનાન્સ, ચોલામંડલમ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ફાયનાન્સ, કેનરા બેન્ક, વોડાફોન આઈડિયા, કમિન્સ ઈન્ડિયા, યૂનિયન બેન્ક ઓફ ઈન્ડિયા, HDFC એએમસી, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટસ, બીએસઈ, જીએમઆર એરપોર્ટસ, આઈડીબીઆઈ બેન્ક, ઈન્ડિયન બેન્ક જેવા નામ સામેલ છે. તેની સાથએ જ ઘણી કંપનીઓ એવી પણ છે, જે 1 લાખ કરોડ માર્કેટ કેપની ખુબ જ નજીક પહોંચી ચૂકી છે. તેમાં HPCL, ICICI લોમ્બાર્ડ જનરલ ઈન્શ્યોરન્સ, મેરિકો, પીબી ફિનટેક, BHEL, મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ, ICICI પ્રૂડેન્શિયલ લાઈફ ઈન્શ્યોરન્સ, શ્રી સિમેન્ટ, ઝાયડસ લાઈફસાઈન્સ અને SRF સામેલ છે.
આ પણ વાંચો: Flashback 2025: વર્ષ 2025ના એવા 10 મોટા રાજકીય વિવાદો, જેણે સૌ કોઇનું ધ્યાન ખેંચ્યુ......