નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)એ જયપ્રકાશ એસોસિએટ્સ લિમિટેડની ખરીદી માટે અદાણી એન્ટરપ્રાઈઝિસના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી છે. આ નિર્ણયને દેવા હેઠળ દબાયેલી કંપનીની નાદારી નિરાકરણ પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન તરીકે જોવામાં આવી રહ્યો છે. અદાણી એન્ટરપ્રાઇઝે મંગળવાર, 17 માર્ચના રોજ એક નિવેદનમાં જણાવ્યું હતું કે NCLTએ 17 માર્ચ, 2026ના રોજ મૌખિક આદેશ દ્વારા આ યોજનાને મંજૂરી આપી હતી. કંપનીએ જણાવ્યું હતું કે લેખિત આદેશ મળ્યા પછી વિગતો શેર કરવામાં આવશે.
યોજનાની અમલીકરણનો માર્ગ સ્પષ્ટ થઈ ગયો
આ પ્રક્રિયામાં અદાણી એન્ટરપ્રાઈઝને પહેલાથી જ સફળ રિઝોલ્યુશન અરજદાર જાહેર કરવામાં આવ્યું હતું. કંપનીના પ્રસ્તાવને નવેમ્બર 2025માં લેણદારોની સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. હવે, NCLTની મંજૂરી સાથે આ યોજનાના અમલીકરણનો માર્ગ સ્પષ્ટ થઈ ગયો છે. કંપનીના જણાવ્યા મુજબ આ રિઝોલ્યુશન પ્લાન અદાણી એન્ટરપ્રાઈઝ, તેની ગ્રુપ કંપનીઓ દ્વારા અથવા સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV) દ્વારા સીધો અમલમાં મૂકી શકાય છે.
