એશિયાના બીજા સૌથી અમીર ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝે ચીની કંપનીની સાથે ડીલને લઈને મોટો ખુલાસો કર્યો છે. અદાણી એન્ટરપ્રાઈઝે નિવેદન આપ્યા બાદ નવી દિલ્હીથી લઈને શંઘાઈ સુધી ભારે હડકંપ મચી ગયો છે. આ પહેલા સમાચાર સામે આવ્યા હતા કે અદાણી એન્ટરપ્રાઈઝે ભારતમાં નિર્માણ માટે ચીની કંપનીઓ BYD અને બિજિંગ વેલિયન ન્યૂ એનર્જી ટેક્નોલોજીની સાથે એક ડિલ કરવા જઈ રહી છે.
અદાણી એન્ટરપ્રાઈઝ તરફથી આપવામાં આવ્યું આ નિવેદન
જો કે આજે સોમવારે અદાણી એન્ટરપ્રાઈઝ તરફથી નિવેદન આપવામાં આવ્યું કે તે ભારતમાં બેટરી નિર્માણ માટે ચીની કંપની BYDની સાથે કોઈ પણ પ્રકારના સહયોગની સંભાવના શોધી રહી નથી. કંપનીએ રિપોર્ટનો સ્પષ્ટ રીતે ખંડન કર્યું, જેમાં અદાણી ગ્રુપે ચીની કંપનીઓ BYD અને બિજિંગ વેલિયન ન્યૂ એનર્જી ટેક્નોલોજીની સાથે ગઠબંધનની વાત કહી છે. કંપનીએ આ સમાચારને પુરી રીતે પાયાવિહોણા અને ભ્રામક ગણાવ્યા છે.
કંપનીના શેરના ભાવમાં જોવા મળી સામાન્ય તેજી
અદાણી એન્ટરપ્રાઈઝે કહ્યું કે અદાણી ગ્રુપ ભારતમાં બેટરી નિર્માણ માટે BYDની સાથે કોઈ પણ પ્રકારના સહયોગની સંભાવના શોધી રહ્યું નથી. આ જ પ્રકારે અમે બિજિંગ વેલિયન ન્યૂ એનર્જી ટેક્નોલોજીની સાથે કોઈ પણ પ્રકારની ભાગીદારી માટે કોઈ વાતચીત કરી રહ્યા નથી. ઉલ્લેખનીય છે કે અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં 4 ઓગસ્ટે સામાન્ય તેજી જોવા મળી છે. બપોરે 1.30 વાગ્યે શેરનો ભાવ 2363.20 રૂપિયા હતો. ખાસ વાત એ છે કે આ વર્ષે કંપનીના શેરમાં 7.63 ટકાનો ઘટાડો થયો છે તો 1 વર્ષમાં કંપનીના શેરમાં 22.23 ટકાનું નુકસાન થયું છે.