ફેબ્રુઆરી 2026ના પ્રથમ અઠવાડિયામાં સોના-ચાંદીની કિંમતો ક્રેશ થઈ છે અને તેને લઈને રોકાણકારોને મોટું નુકસાન થયું છે. આ બંને ધાતુઓની કિંમત રેકોર્ડ હાઈથી ખુબ જ નીચે આવી ગઈ છે. ત્યારે બીજી તરફ શેરબજારના રોકાણકારો માટે ગયા અઠવાડિયાના 5 દિવસ સારા રહ્યા છે અને રોકાણકારોએ 4.55 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે. જેમાં સૌથી વધુ કમાણી કરવામાં સૌથી આગળ મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રહી છે.

સેન્સેક્સમાં 3.53 ટકાનો વધારો

શેરબજારમાં રોકાણ કરતા લોકો માટે ગયું અઠવાડિયું ફાયદાકારક રહ્યું છે. સેન્સેક્સ ઈન્ડેક્સ 2857.46 પોઈન્ટ અને 3.53 ટકાના વધારા સાથે બંધ થયો. જેમાં 4.55 લાખ કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. કમાણી કરનારી કંપનીઓમાં RIL, HDFC બેન્ક, ભારતી એરટેલ, આઈસીઆઈસીઆઈ બેન્ક, એસબીઆઈ, બજાજ ફાયનાન્સ, એલઆઈસી અને એચયુએલનું નામ સામેલ છે.

સોના-ચાંદીના ભાવ રેકોર્ડ હાઈથી તળીયે આવ્યા

બીજી તરફ 1 કિલો ચાંદીનો ભાવ 29 જાન્યુઆરીએ MCXના ઈતિહાસમાં સૌથી ઉપર 4 લાખના સ્તરને પાર કરી ગયો હતો અને 4,20,048 રૂપિયા હાઈ પર પહોંચી ગયો હતો પણ ત્યારબાદ ભાવ ગગડીને 2,49,499 રૂપિયા પ્રતિ કિલોના લેવલ પર આવી ગયો એટલે કે 1,70,549 રૂપિયા ચાંદી સસ્તી થઈ ગઈ. ત્યારે સોનું ઓલ ટાઈમ હાઈ 1,93,096 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી સસ્તી થઈને 1,55,050 રૂપિયા પર આવી ગઈ છે, તે મુજબ 28,046 રૂપિયા સોનું સસ્તું થયું છે. 

આ પણ વાંચો : Petrol Diesel Price Today: પેટ્રોલ-ડીઝલના નવીનતમ ભાવ જાહેર, જાણો તમારા શહેરનો લેટેસ્ટ ભાવ

ડિસ્કલેમર- આ માહિતી માત્ર તમારી જાણકારી માટે છે. શેરબજારમાં કે અન્ય કોઈ જગ્યા પર રોકાણ કરતા પહેલા તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લેવી.