પવિત્ર શ્રાવણ માસમાં સોના ચાંદીના ભાવમાં વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. માર્કેટમાં સોનુ અને ચાંદી બંનેના ભાવમાં ઘટાડો થયો છે. જો તમે અત્યારે સોનુ ખરીદવાનું વિચારી રહ્યા છો તો સારી તક છે. કારણ કે સોનાના ભાવમાં 17 જુલાઇએ ઘટાડો થયો છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે. તો આવો જાણીએ તમારા શહેરમાં શું છે સોના ચાંદીની આજની લેટેસ્ટ કિંમત.
આજે સોનાનો ભાવ
આજે સોનાના ભાવમાં 490 રૂપિયાનો ઘટાડો થયો છે. 24 કેરેટ સોનાની કિંમત 99270 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ ગયો છે. 16 જુલાઇએ આ ભાવ 99760 રૂપિયા હતો. એટલે કે 490 રૂપિયાનો ઘટાડો થયો છે. આ ઉપરાંત 22 કેરેટ સોનાનો ભાવ પણ 90,990 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ ગયો છે.
આજે ચાંદીનો ભાવ
સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ આજે ઘટાડો થયો છે. ચાંદીના ભાવમાં પ્રતિ કિલો રૂ. 1000નો ઘટાડો જોવા મળ્યો છે. આજે ચાંદીનો ભાવ 1,13,900 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે. કેટલાક શહેરોમાં ચાંદીનો ભાવ આનાથી થોડો વધારે છે, પરંતુ એકંદરે બજારમાં ચાંદી પણ સસ્તી થઈ ગઈ છે.
મહાનગરોમાં શું છે સોનાનો ભાવ ?
| શહેર | 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ | 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ |
| અમદાવાદ | રૂ. 99,320 | રૂ. 91,040 |
| દિલ્હી | રૂ. 99,420 | રૂ. 91,140 |
| મુંબઈ | રૂ. 99,760 | રૂ. 91,440 |
| ચેન્નાઈ | રૂ. 99,270 | રૂ. 90,990 |
| કોલકાતા | રૂ. 99,270 | રૂ. 90,990 |
| બેંગલુરુ | રૂ. 99,760 | રૂ. 90,990 |
મેટ્રો શહેરોમાં શું છે ચાંદીનો ભાવ? (એક કિલો ચાંદી)Gold and Silver Rates
| શહેર | ભાવ |
| અમદાવાદ | 1,14,000રૂપિયા |
| દિલ્હી | 1,13,900રૂપિયા |
| બેંગલુરુ | 1,13,900 રૂપિયા |
| મુંબઈ | 1,14,900 રૂપિયા |
| ચેન્નાઈ | 1,23,900 રૂપિયા |









