ભારતમાં સોનાના ભાવમાં 10 જુલાઈથી 12 જુલાઈ સુધી સતત ત્રણ દિવસ સુધી ઉછાળો જોવા મળ્યો છે. આ ત્રણ દિવસમાં 24 કેરેટ સોનાના ભાવમાં 15,300 રૂપિયાનો વધારો થયો છે. ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા દેશો પર ટેરિફ લાદવામાં આવ્યા બાદ સોના-ચાંદીના ભાવમાં વધારો થયો છે. ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલ નવો ટેરિફ દર 1 ઓગસ્ટથી અમલમાં આવશે.
આ રીતે કિંમત ચેક કરો
14 જુલાઈથી 20 જુલાઈ સુધી ટેરિફ, યુએસ વ્યાજ દરો અને ડોલરના નબળા પડવાની શક્યતાની અસર સોનાના ભાવ પર જોઈ શકાય છે. આવતા અઠવાડિયે સોનું અને ચાંદી અનુક્રમે 94000-102000 અને 105000-118000 ની રેન્જમાં વેપાર કરી શકે છે. દેશમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ રૂ. 9,971 છે. સમાન ગ્રામના 22 કેરેટ સોનાનો ભાવ રૂ. 9,140 છે. 18 કેરેટ સોના ની કિંમત રૂ. 7,479 પ્રતિ ગ્રામ છે.
3 દિવસમાં આટલો બધો ભાવ વધી ગયો
12 જુલાઈના રોજ 100 ગ્રામ અને 10 ગ્રામ 24 કેરેટ સોનાના ભાવમાં અનુક્રમે 7,100 રૂપિયા અને 710 રૂપિયાનો વધારો થયો હતો. 11 જુલાઈના રોજ 6,000 રૂપિયા અને 600 રૂપિયાનો વધારો થયો હતો. 10 જુલાઈના રોજ 100 ગ્રામ અને 10 ગ્રામ સોનાના ભાવમાં અનુક્રમે 2200 રૂપિયા અને 220 રૂપિયાનો વધારો થયો હતો. 10 થી 12 જુલાઈની વચ્ચે 100 ગ્રામ અને 10 ગ્રામ સોનાના ભાવમાં અનુક્રમે 15,300 રૂપિયા અને 1530 રૂપિયાનો વધારો થયો હતો. જુલાઈમાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 1.3 ટકાનો વધારો થયો છે.
આજનો ગુજરાતમાં સોનાનો ભાવ શું?
| ક્રમ | શહેર | 24 કેરેટ સોનાનો દર પ્રતિ ગ્રામ | 22 કેરેટ સોનાનો દર પ્રતિ ગ્રામ |
| 1 | અમદાવાદ | 9,976 રૂપિયા | 9,145 રૂપિયા |
| 2 | રાજકોટ | 9,976 રૂપિયા | 9,145 રૂપિયા |
| 3 | વડોદરા | 9,976 રૂપિયા | 9,145 રૂપિયા |
| 4 | સુરત | 9,976 રૂપિયા | 9,145 રૂપિયા |
મેટ્રો શહેરમાં શું ભાવ?
| ક્રમ
| શહેર | 24 કેરેટ સોનાનો દર પ્રતિ ગ્રામ | 22 કેરેટ સોનાનો દર પ્રતિ ગ્રામ |
| 1 | મુંબઈ | 9971 રૂપિયા | 9140 રૂપિયા |
| 2 | દિલ્હી | 9986 રૂપિયા | 9155 રૂપિયા |
| 3 | ચેન્નાઈ | 9971 રૂપિયા | 9140 રૂપિયા |
| 4 | હૈદરાબાદ | 9971 રૂપિયા | 9140 રૂપિયા |
ચાંદીનો ભાવ
આજે મુંબઈ, દિલ્હી, કોલકાતા, બેંગ્લોરમાં ચાંદીનો ભાવ 1,15 ,000 રૂપિયા પ્રતિ કિલો છે. ચેન્નાઈ, હૈદરાબાદ અને કેરળમાં ભાવ 1,25,000 રૂપિયા પ્રતિ કિલો છે. આ દર પણ ગઈકાલ જેવો જ છે.