છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. એક અઠવાડિયામાં સોનાનો ભાવ લગભગ 330 રૂપિયા વધ્યો છે અને બજારમાં તેની કિંમત ફરી એક લાખ રૂપિયાના સ્તરને વટાવી ગઈ છે. આ વર્ષે 23 એપ્રિલે સોનાએ પહેલીવાર એક લાખ રૂપિયાના ઐતિહાસિક સ્તરને પાર કર્યું હતું. 


સોનાનો નવો ભાવ જાણો

શહેર 24 કેરેટ સોનાનો નવો ભાવ22 કેરેટ સોનાનો નવો ભાવ
દિલ્હીસોનાનો ભાવ 1,00,190 રૂપિયા પ્રતિ 10 ગ્રામસોનાનો ભાવ 91,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ

ચેન્નાઈ, કોલકાતા અને મુંબઈ

સોનાનો ભાવ 1,00,040 રૂપિયા પ્રતિ 10 ગ્રામસોનાનો ભાવ 91,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ

જયપુર, ચંદીગઢ અને લખનૌસોનાનો ભાવ 1,00,190 રૂપિયા પ્રતિ 10 ગ્રામસોનાનો ભાવ 91,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ

અમદાવાદ સોનાનો ભાવ 1,00,090 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 91,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ 

ચાંદીની આજની કિંમત

20 જુલાઇએ એક કિલો ચાંદીની કિંમત 1,16000 રૂપિયા નોંધાઇ છે.

સોના અને ચાંદીના ભાવ દૈનિક ધોરણે નક્કી થાય છે. આ માટે ઘણા પરિબળો જવાબદાર છે જેમાં વિદેશી વિનિમય દર, ડોલરના મૂલ્યમાં વધઘટ, કસ્ટમ ડ્યુટી અને આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિ વગેરેનો સમાવેશ થાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ઉથલપાથલની સીધી અસર સોનાના ભાવ પર પડે છ . જો વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા હોય તો રોકાણકારો બજારથી દૂર રહેવાનું અને સોના જેવા સુરક્ષિત રોકાણોમાં પોતાના પૈસા રોકવાનું વધુ સારું માને છે. ભારતમાં સોના અને ચાંદીનું સામાજિક-આર્થિક મહત્વ છે. કોઈપણ લગ્ન કે તહેવારમાં સોનાને શુભ માનવામાં આવે છે. પરિવારમાં સોનાની હાજરી એ પરિવારની સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. 

  • Follow us on: