આજે 22 સપ્ટેમ્બરથી નવરાત્રિનો પ્રારંભ થયો છે. નવરાત્રિના પહેલા દિવસે સોનાના ભાવમાં ફેરફાર આવ્યો છે. એક તરફ આજથી જ જીએસટીના નવા દરો લાગુ થયા છે ત્યાં જ ગત સપ્તાહની તુલનામાં આજે સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. ત્યારે આવો જાણીએ દેશના મોટા શહેરોમાં આજે સોના ચાંદીનો શું છે લેટેસ્ટ ભાવ
આજે સોનાનો ભાવ
ગયા અઠવાડિયાની સરખામણીમાં આજે 24 અને 22 કેરેટ સોનાના ભાવમાં ₹400 સુધીનો વધારો થયો છે. 22 કેરેટ સોનાનો ભાવ ₹1,03,300 અને 24 કેરેટ સોનાનો ભાવ ₹1,12,700 પ્રતિ 10 ગ્રામ ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય પરિબળોને કારણે, સોનાના ભાવ તેમના ટોચના સ્તરની નજીક ટ્રેડ થઈ રહ્યા છે.
આજે ચાંદીનો ભાવ
ચાંદી ₹1,38,000 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહી છે. ગયા અઠવાડિયાની સરખામણીમાં ચાંદીના ભાવ ₹3,000 વધ્યા છે.
દેશના મોટા શહેરોમાં શું છે સોનાનો ભાવ
| શહેર | 24 કેરેટ પ્રતિ 10ગ્રામ | 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ |
| અમદાવાદ | રૂ.1,12,630 | રૂ. 1,03,250 |
| દિલ્હી | રૂ.1,12,730 | રૂ. 1,03,350 |
| મુંબઈ | રૂ. 1,12,580 | રૂ.1,03,320 |
| ચેન્નાઈ | રૂ. 1,13,020 | રૂ. 1,03,360 |
| બેંગલુરુ | રૂ. 1,12,580 | રૂ. 1,03,320 |
22 કેરેટ અને 24 કેરેટમાં શું છે તફાવત?
24 કેરેટ સોનું 99.9% શુદ્ધ અને 22 કેરેટ સોનું લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે તેને જ્વેલરી બનાવી શકાતું નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.
મિસ્ડ કોલથી જાણો કિંમત
22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દરો જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડા સમયની અંદર એસએમએસ દ્વારા દરો ઉપલબ્ધ થશે. આ સિવાય સતત અપડેટ્સ વિશેની માહિતી માટે તમે www.ibja.co અથવા ibjarates.com પર જઈ શકો છો.
કેવી રીતે નક્કી થાય છે સોનાનો ભાવ
સોના અને ચાંદીના ભાવ દૈનિક ધોરણે નક્કી થાય છે. સોના અને ચાંદીના ભાવ નક્કી કરવા માટે ઘણા પરિબળો જવાબદાર છે, જેમાં વિનિમય દર, ડોલરના ભાવમાં વધઘટ, કસ્ટમ ડ્યુટીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય બજારમાં કોઈપણ પ્રકારની લચાલ સોનાના ભાવ પર સીધી અસર કરે છે. જો વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાની પરિસ્થિતિ હોય, તો રોકાણકારો બજારથી અંતર રાખીને સોના જેવી વસ્તુઓમાં સલામત રોકાણને વધુ સારો વિકલ્પ માને છે.
આ ઉપરાંત ભારતમાં સોનાનું સામાજિક અને આર્થિક મહત્વ પણ છે. લગ્ન કે તહેવારમાં સોનું હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત પરિવારમાં સોનું હોવું એ તે પરિવારની સમૃદ્ધિનું પ્રતીક પણ માનવામાં આવે છે. સોનાએ દરેક યુગમાં ફુગાવા કરતાં વધુ સારું વળતર આપવાનું સાબિત કર્યું છે. આ જ કારણ છે કે તેની માંગ હંમેશા રહી છે.
