સોનાના ભાવમાં સતત ઘટાડો થઇ રહ્યો હતો. જૂનના છેલ્લા અઠવાડિયામાં તેમજ 1 જુલાઇના રોજ પણ સોનાના ભાવમાં ઘટાડો થયો હતો. જો કે આજે સોનાના ભાવમાં તેજીને બ્રેક વાગી ગઇ છે. જુલાઇ મહિનાના બીજા દિવસે સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. ત્યારે આવો જાણીએ આજે દેશના વિવિધ શહેરોમાં શું છે સોનાનો ભાવ.
આજે સોનાનો ભાવ?
આજે સોનાના ભાવમાં 1 હજારનો વધારો થયો છે. બુલિયન માર્કેટમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 98500 રૂપિયા જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 90,300 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે. દિલ્હી, મુંબઇ અમદાવાદ સહિતના શહેરોમાં સોનાના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યો છે.
મેટ્રો શહેરમાં શું છે સોનાનો ભાવ
| શહેરનું નામ | 24 કેરેટ સોનાનો દર | 22 કેરેટ સોનાનો દર |
| અમદાવાદ | 98,940 | 90,700 |
| દિલ્હી | 98,560 | 90,360 |
| મુંબઇ | 98,410 | 90,210 |
| ચેન્નાઇ | 98,410 | 90,210 |
| કોલકાતા | 98,410 | 90,210 |
ચાંદીનો ભાવ
2 જુલાઇ,2025ના રોજ ચાંદીનો ભાવ 1,10,700 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ કરી રહ્યો છે. આજે ચાંદીના ભાવમાં ગઇ કાલની તુલનાએ 3000 રૂપિયાનો વધારો થયો છે.
સોનાનો ભાવ કેવી રીતે નક્કી થાય છે?
ભારતમાં સોનાનો ભાવ ઘણા કારણોસર બદલાય છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ. સોનું માત્ર રોકાણનું સાધન નથી, પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારો દરમિયાન તેની માંગ વધે છે.









