સોનાના ભાવમાં તેજી પર બ્રેક લાગી છે. છેલ્લા ઘણા દિવસથી સોનાની કિંમત વધી રહી હતી. એક લાખની ઉપર ભાવ પહોંચી ગયો હતો. ત્યારે હવે આજે એટલે કે 17 જૂને સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ઇરાન-ઇઝરાયલ યુદ્ધને કારણે સોનાનો ભાવ હાઇએસ્ટ હતો..ત્યારે આવો જાણીએ દેશના મોટા શહેરોમાં આજે શું છે સોનાનો ભાવ..
સોનાનો શું છે ભાવ?
સોનાના ભાવમાં આજે 1050 રૂપિયાનો પ્રતિ 10 ગ્રામ ઘટાડો નોંધાયો છે. જોકે તેમ છતાં હાલ પણ સોનાનો ભાવ એક લાખને પાર જ છે. દિલ્હી, મુંબઇ, ચેન્નાઇ, અમદાવાદ જેવા મોટા શહેરોમાં એક લાખને પાર જ છે. ત્યારે આવો જાણીએ હાલમાં શું છે સોનાની લેટેસ્ટ કિંમત
ચાંદીનો શું છે ભાવ
17 જૂન,2025ના રોજ ચાંદીનો ભાવ 1,10,000 રૂપિયા પ્રતિકિલો પર પહોંચ્યો છે. ગઇકાલની સરખામણી એ આજે ચાંદીના ભાવમાં એક હજારનો ભાવ વધારો થયો છે. એક્સપર્ટનું માનવુ છે કે દિવાળી સુધી ચાંદીનો ભાવ 1,20 હજાર સુધી પહોંચી શકે છે.
મહાનગરોમાં શું છે સોનાનો ભાવ ?
| શહેરનું નામ | 22 કેરેટ સોનાનો દર | 24 કેરેટ સોનાનો દર |
| અમદાવાદ | 92,050 | 1,00,420 |
| દિલ્હી | 92,150 | 1,00,520 |
| ચેન્નાઇ | 92,000 | 1,00,370 |
| કોલકાતા | 93,050 | 1,00,370 |
| મુંબઇ | 93,050 | 1,00,370 |
સોનાનો ભાવ કેવી રીતે નક્કી થાય છે?
ભારતમાં સોનાનો ભાવ ઘણા કારણોસર બદલાય છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ. સોનું માત્ર રોકાણનું સાધન નથી, પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારો દરમિયાન તેની માંગ વધે છે.









