સોનું અને ચાંદી જો આપણે ખરીદવા માગતા હોઇએ તો એમ થાય કે ક્યારે ખરીદીએ, સસ્તુ થાય ત્યારે ? પણ દિવસ જાય તેમ ભાવ તો વધતા જ જાય છે. સોના ચાંદીમાં સતત વધઘટ થયા કરે છે. તેમાં પણ ખાસ કેન્દ્રીય બજેટ રજૂ થયા બાદ તો સોના ચાંદીના ભાવ ઘટી રહ્યા છે. હા, ટ્રેડ ડિલ થઇ ભારત અને અમેરિકા વચ્ચે ત્યારે ભાવ વધ્યા હતા . ત્યારે આવો જાણીએ 7 ફેબ્રુઆરીએ શું છે સોના ચાંદીનો લેટેસ્ટ ભાવ
આજે સોના ચાંદીનો ભાવ
7 ફેબ્રુઆરી, 2026 ના રોજ, MCX પર 24 કેરેટ સોનાનો ભાવ ₹1.52-₹1.55 પ્રતિ 10 ગ્રામ છે. ચાંદીના ભાવ ₹2,74,900 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયા છે.
મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)
| શહેર | 24 કેરેટ પ્રતિ 10ગ્રામ | 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ |
| અમદાવાદ | 1,56,650 | 1,43,600 |
| રાજકોટ | 1,56,650 | 1,43,600 |
| વડોદરા | 1,56,650 | 1,43,600 |
| સુરત | 1,56,650 | 1,43,600 |
| દિલ્હી | 1,56,750 | 1,43,700 |
| મુંબઈ | 1,56,600 | 1,43,550 |
ઘરેણાં ખરીદનારાઓ માટે મહત્વપૂર્ણ ટિપ્સ
- મેકિંગ ચાર્જ: ઉપરોક્ત દરો બુલિયન (કાચા સોના) માટે છે. ઘરેણાંની ખરીદીમાં 3% GST અને 10-20% મેકિંગ ચાર્જ ઉમેરવામાં આવે છે.
- હોલમાર્કિંગ: હંમેશા HUID (6-અંકનો કોડ) સાથે હોલમાર્કવાળું સોનું ખરીદો.
- બિલ: હંમેશા એક માન્ય બિલ મેળવો જે સોનાની શુદ્ધતા અને વજન સ્પષ્ટ રીતે દર્શાવે છે.