શુક્રવાર 15 ઓગસ્ટના રોજ, સોનાના ભાવમાં થોડો ઘટાડો થયો છે. સોનાના ભાવમાં આ ઘટાડો સતત ચોથા દિવસે જોવા મળી રહ્યો છે. ઘટાડા છતાં, 24 કેરેટ સોનાનો ભાવ એક લાખથી ઉપર છે. દિલ્હી, યુપી, બિહાર, રાજસ્થાન જેવા રાજ્યોમાં, 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 1,01,000 રૂપિયાથી ઉપર છે. મુંબઈ, ચેન્નાઈ, કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ 92,800 રૂપિયાની આસપાસ રહે છે. દેશમાં મોટાભાગના સોનાના દાગીના ફક્ત 22 કેરેટ સોનામાં બને છે.


સોના-ચાંદીનો ભાવ 

દેશમાં 1 કિલો ચાંદીનો ભાવ 100 રૂપિયા મોંઘો થયો છે દેશના મોટા રાજ્યોમાં 1 કિલો ચાંદીનો ભાવ 1,16,100 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહ્યો છે. ગઈકાલની સરખામણીમાં આજે ચાંદીના ભાવમાં લગભગ 100 રૂપિયાનો વધારો થયો છે. યુએસ ફેડરલ રિઝર્વ તેની સપ્ટેમ્બરની બેઠકમાં વ્યાજ દરમાં ઘટાડો ફરી શરૂ કરશે તેવી અપેક્ષા સાથે સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો હતો. શ્રમ બજારમાં નરમાઈના સંકેતોએ વધુ રાહત માટે અવકાશ આપ્યો છે.  યુએસ કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના તાજેતરના અહેવાલે ટેરિફને કારણે ફુગાવાની ચિંતાઓને હળવી કરી છે. સોનાના ભાવમાં ફેરફારનું આ કારણ છે.

મોટા શહેરોમાં શું છે સોનાનો ભાવ ?

શહેર 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ
અમદાવાદ રૂ. 1,01,290 રૂ. 92,850
દિલ્હી રૂ. 1,01,490રૂ. 93,040
મુંબઈ 
રૂ.1,01,340 
રૂ. 92,890
ચેન્નાઈ 
રૂ.1,01,340રૂ. 92,890
બેંગલુરુ રૂ 1,01,340 રૂ. 92,890

જાણો 22 અને 24 કેરેટ વચ્ચે શું તફાવત છે?

24 કેરેટ સોનું 99.9% શુદ્ધ અને 22 કેરેટ સોનું લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે તેને જ્વેલરી બનાવી શકાતું નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.

મિસ્ડ કોલથી જાણો કિંમત

22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દરો જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડા સમયની અંદર એસએમએસ દ્વારા દરો ઉપલબ્ધ થશે. આ સિવાય સતત અપડેટ્સ વિશેની માહિતી માટે તમે www.ibja.co અથવા ibjarates.com પર જઈ શકો છો.

કેવી રીતે નક્કી થાય છે સોનાનો ભાવ

સોના અને ચાંદીના ભાવ દૈનિક ધોરણે નક્કી થાય છે. સોના અને ચાંદીના ભાવ નક્કી કરવા માટે ઘણા પરિબળો જવાબદાર છે, જેમાં વિનિમય દર, ડોલરના ભાવમાં વધઘટ, કસ્ટમ ડ્યુટીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય બજારમાં કોઈપણ પ્રકારની લચાલ સોનાના ભાવ પર સીધી અસર કરે છે. જો વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાની પરિસ્થિતિ હોય, તો રોકાણકારો બજારથી અંતર રાખીને સોના જેવી વસ્તુઓમાં સલામત રોકાણને વધુ સારો વિકલ્પ માને છે.

આ ઉપરાંત ભારતમાં સોનાનું સામાજિક અને આર્થિક મહત્વ પણ છે. લગ્ન કે તહેવારમાં સોનું હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત પરિવારમાં સોનું હોવું એ તે પરિવારની સમૃદ્ધિનું પ્રતીક પણ માનવામાં આવે છે. સોનાએ દરેક યુગમાં ફુગાવા કરતાં વધુ સારું વળતર આપવાનું સાબિત કર્યું છે. આ જ કારણ છે કે તેની માંગ હંમેશા રહી છે. 



  • Follow us on: