ફરી એકવાર સોનાના ભાવમાં વધારો થયો છે. વધી રહેલા ગ્લોબલ ટ્રેડ ટેરિફને કારણે સોનાનો ભાવ વધી રહ્યો છે. આજે ગઇકાલની તુલનામાં 24 કેરેટ સોનાનો ભાવ વધ્યો છે. એટલે કહી શકાય કે રક્ષાબંધન પહેલા સોનાનો ભાવ સતત વધી રહ્યો છે. ત્યારે આવો જાણીએ શું છે દેશના મોટાશહેરોમાં સોનાનો ભાવ


[[$googlead]]

સોનાનો ભાવ શું છે?

દિલ્હી, યુપી, રાજસ્થાન, બિહાર જેવા રાજ્યોમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,02,500 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે. આજે 24 કેરેટ 10 ગ્રામ સોનામાં 500 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. સોનાના ભાવમાં ઉછાળો આવવાનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ સ્તર પર વધી રહેલો વેપાર તણાવ છે. અમેરિકી પ્રશાસને ભારતીય આયાત પર 25 ટકા વધારે એટલે કે કુલ 50 ટકાટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. જેથી રોકાણકારોમાં અનિશ્ચિતતા વધી ગઇ. આવી સ્થિતિમાં લોકો સોના જેવી પારંપરિક સેફ એસેટ્સમાં રોકાણ કરવાનું સેફ માને છે.

[[$alsoread]]

શું છે ચાંદીનો ભાવ

આજે 1 કિલો ચાંદીનો ભાવ 1,17,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ કારોબાર કરી રહ્યો છે. ગઇકાલની તુલનામાં આજે ચાંદીના ભાવમાં એક હજારનો વધારો થયો છે.


મેટ્રો શહેરોમાં શું છે સોનાનો ભાવ


શહેર

 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ
અમદાવાદ
 રૂ. 1,03,360 રૂ. 94,750
દિલ્હી રૂ. 1,02,710
 રૂ. 94,010
મુંબઈ રૂ 1,02,560 રૂ. 94,010
ચેન્નાઈ રૂ. 1,02,560 રૂ. 94,010
બેંગલુરુ રૂ.1,02,560 રૂ. 94,010
કોલકાતા રૂ 1,02,560 રૂ. 94,010

કેવી રીતે નક્કી થાય છે સોનાનો ભાવ

સોના અને ચાંદીના ભાવ દૈનિક ધોરણે નક્કી થાય છે. સોના અને ચાંદીના ભાવ નક્કી કરવા માટે ઘણા પરિબળો જવાબદાર છે, જેમાં વિનિમય દર, ડોલરના ભાવમાં વધઘટ, કસ્ટમ ડ્યુટીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય બજારમાં કોઈપણ પ્રકારની લચાલ સોનાના ભાવ પર સીધી અસર કરે છે. જો વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાની પરિસ્થિતિ હોય, તો રોકાણકારો બજારથી અંતર રાખીને સોના જેવી વસ્તુઓમાં સલામત રોકાણને વધુ સારો વિકલ્પ માને છે.

આ ઉપરાંત ભારતમાં સોનાનું સામાજિક અને આર્થિક મહત્વ પણ છે. લગ્ન કે તહેવારમાં સોનું હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત પરિવારમાં સોનું હોવું એ તે પરિવારની સમૃદ્ધિનું પ્રતીક પણ માનવામાં આવે છે. સોનાએ દરેક યુગમાં ફુગાવા કરતાં વધુ સારું વળતર આપવાનું સાબિત કર્યું છે. આ જ કારણ છે કે તેની માંગ હંમેશા રહી છે. 

  • Follow us on: