[[$googlead]]
સોના અને ચાંદીની કિંમતો રોજે નવો રેકોર્ડ બનાવી રહી છે. ભારતીય બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ અને ચાંદીના ભાવમાં વધારો થયો છે. આજે ફરી એકવાર સોનું એક લાખને પાર થવા તૈયાર છે. ચાંદી એક લાખ 10 હજાર રૂપિયે કિલોનો આંકડો પાર કરવાની છે.

સોનાની કિંમત શું છે?
રાષ્ટ્રીય સ્તરે 999 શુદ્ધતા વાળુ સોનું 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 99018 રૂપિયા છે. જ્યારે 999 શુદ્ધતા વાળી ચાંદીની કિંમત 109550 રૂપિયા છે. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન મુજબ એક દિવસ પહેલા મંગળવારની સાંજે 24 કેરેટનું શુદ્ધ સોનું 98810 રૂપિયા હતું જે આજે બુધવારે મોંઘુ થઇને 99018 પર પહોંચ્યુ છે.

આજે શું છે ચાંદીની કિંમત ?
ibjarates.com મુજબ ગઇકાલે ચાંદી 106952 રૂપિયા હતોજે આજે વધીને 109550 રૂપિયે પ્રતિ કિલો પહોંચી ગયો છે. એટલે કે આજે ચાંદીનો ભાવ 2598 રૂપિયાનો વધારો થયો છે.

મહાનગરોમાં શું છે સોનાની કિંમત

શહેરનું નામ 22 કેરેટ સોનાનો દર 24 કેરેટ સોનાનો દર
અમદાવાદ 92,550 1,00,960
દિલ્હી 92,140 1,00,510
ચેન્નાઇ 91,990 
1,00,360
કોલકાતા 91,990 1,00,360
મુંબઇ 91,990 1,00,360
સોનાનો ભાવ કેવી રીતે નક્કી થાય છે?
ભારતમાં સોનાનો ભાવ ઘણા કારણોસર બદલાય છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ. સોનું માત્ર રોકાણનું સાધન નથી, પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારો દરમિયાન તેની માંગ વધે છે.
  • Follow us on: