દેશમાં સોનાના ભાવમાં વધ ઘટ જોવા મળે છે. ક્યારેક સોનાના ભાવ વધે છે તો ક્યારેક ઘટે છે. વળી ચાંદીનો ભાવ તો આસમાને પહોંચી ગયો છે. ચાંદી એક લાખને પાર પ્રતિ કિલો પહોંચી છે. ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઇને ક્રૂડ ઓઇલ મોંઘુ થયુ છે. ત્યારે શું તેની અસર સોના અને ચાંદી પર જોવા મળી છે ખરી ? આવો જાણીએ.


[[$googlead]]

સોનાનો ભાવ

સોમવારે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 24 કેરેટ સોનાનો ભાવ અત્યારે એક લાખ રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે. ઇઝરાયલ ઇરાન યુદ્ધને કારણે ગોલ્ડ હાઇ સપાટીની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે. ત્યારે આજની વાત કરીએ તો આજે સોનાના ભાવમાં માત્ર 50 રૂપિયાનો ઘટાડો થયો છે. મોટાશહેરોના સર્રાફા બજારમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,00,700 પહોંચ્યો છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 92000 પર પહોંચ્યો છે.

[[$alsoread]]

ચાંદીનો ભાવ

સોમવારે 23 જૂનના રોજ ચાંદીના ભાવમાં ફેરફાર આવ્યો છે. દેશમાં એક કિલો ચાંદીનો ભાવ 1,09,900 રૂપિયા પ્રતિકિલો પહોંચ્યો છે.

મેટ્રો શહેરમાં શું છે સોનાનો ભાવ ?


શહેરનું નામ 24 કેરેટ સોનાનો દર 

22 કેરેટ સોનાનો દર
અમદાવાદ 1,00,740 92,350
દિલ્હી 1,00,890 92,490 
મુંબઇ 1,00,740 92,340
ચેન્નાઇ 1,00,740 92,340
કોલકાતા 1,01,090 92,340


સોનાનો ભાવ કેવી રીતે નક્કી થાય છે?

ભારતમાં સોનાનો ભાવ ઘણા કારણોસર બદલાય છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ. સોનું માત્ર રોકાણનું સાધન નથી, પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારો દરમિયાન તેની માંગ વધે છે.

  • Follow us on: