જ્યારથી અમેરિકી રાષ્ટ્રપતિએ સોના પર ટેરિફ ન લગાડવાની જાહેરાત કરી ત્યારથી સોનાના ભાવ ઘટી રહ્યા છે. ત્યારે આજે પણ સોના ચાંદીના ભાવમાં હલચલ જોવા મળી છે. દિલ્હી, અમદાવાદ, મુંબઇ જેવા મહાનગરોમાં સોનાના ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે. રોકાણકારો આંતરરાષ્ટ્રીય બજારોમાં થતી વધઘટ અને યુએસ ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલના ભાષણ પર નજર રાખી રહ્યા છે, જેની સ્થાનિક બજારમાં સોના અને ચાંદીના ભાવ પર પણ અસર પડી છે.

આજે શું છે સોનાનો ભાવ?

આજે, ઘણા શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,00,760 પ્રતિ 10 ગ્રામ ઉપર ટ્રેડ થતો જોવા મળ્યો. તે જ સમયે, 22 કેરેટ સોનાનો ભાવ ₹92,300 થી વધુ હતો. કેટલાક શહેરોમાં, આ દર આનાથી થોડો વધારે છે, પરંતુ મોટાભાગની જગ્યાએ તે જ સ્તર યથાવત છે. મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતા જેવા મોટા શહેરોમાં, આજે 22 કેરેટ સોનાનો ભાવ ₹92,310 પ્રતિ 10 ગ્રામ હતો, જ્યારે દિલ્હી, જયપુર અને લખનૌ જેવા શહેરોમાં તે ₹92,460 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો.

ચાંદીના ભાવમાં પણ ઉછાળો

ચાંદીના ભાવમાં આજે ₹100 નો વધારો જોવા મળ્યો. 1 કિલો ચાંદીનો ભાવ આજે ₹1,16,100 પર પહોંચી ગયો છે. આ ઉછાળો વૈશ્વિક સંકેતો અને સ્થાનિક માંગને કારણે આવ્યો છે.

મેટ્રો શહેરમાં શું છે સોના ચાંદીનો ભાવ  ?


શહેર 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ
અમદાવાદ રૂ. 1,00,580 રૂ. 92,200
દિલ્હી રૂ. 1,00,910 રૂ. 92,460
મુંબઈ રૂ. 1,00,760 રૂ. 92,310 
ચેન્નાઈ રૂ. 1,00,760 રૂ. 92,310
બેંગલુરુ રૂ 1,00,760 રૂ. 92,310

22 કેરેટ અને 24 કેરેટમાં શું છે તફાવત? 

24 કેરેટ સોનું 99.9% શુદ્ધ અને 22 કેરેટ સોનું લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે તેને જ્વેલરી બનાવી શકાતું નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.

મિસ્ડ કોલથી જાણો કિંમત

22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દરો જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડા સમયની અંદર એસએમએસ દ્વારા દરો ઉપલબ્ધ થશે. આ સિવાય સતત અપડેટ્સ વિશેની માહિતી માટે તમે www.ibja.co અથવા ibjarates.com પર જઈ શકો છો.

કેવી રીતે નક્કી થાય છે સોનાનો ભાવ

સોના અને ચાંદીના ભાવ દૈનિક ધોરણે નક્કી થાય છે. સોના અને ચાંદીના ભાવ નક્કી કરવા માટે ઘણા પરિબળો જવાબદાર છે, જેમાં વિનિમય દર, ડોલરના ભાવમાં વધઘટ, કસ્ટમ ડ્યુટીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય બજારમાં કોઈપણ પ્રકારની લચાલ સોનાના ભાવ પર સીધી અસર કરે છે. જો વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાની પરિસ્થિતિ હોય, તો રોકાણકારો બજારથી અંતર રાખીને સોના જેવી વસ્તુઓમાં સલામત રોકાણને વધુ સારો વિકલ્પ માને છે.

આ ઉપરાંત ભારતમાં સોનાનું સામાજિક અને આર્થિક મહત્વ પણ છે. લગ્ન કે તહેવારમાં સોનું હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત પરિવારમાં સોનું હોવું એ તે પરિવારની સમૃદ્ધિનું પ્રતીક પણ માનવામાં આવે છે. સોનાએ દરેક યુગમાં ફુગાવા કરતાં વધુ સારું વળતર આપવાનું સાબિત કર્યું છે. આ જ કારણ છે કે તેની માંગ હંમેશા રહી છે.