ભારતીય વાયદા બજારમાં બે દિવસથી સોનાના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે. અઠવાડિયાના પહેલા જ દિવસે સોના ચાંદીના ભાવ વધ્યા હતા જે બાદ મંગળવાર અને બુધવારે ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડિયન બુલિયન અને જ્વેલર્સ એસોસિએશન મુજબ 24 કેરેટ 10 ગ્રામનો સોનાનો ભાવ ઘટીને 97151 થઇ ગયો છે. જ્યારે ચાંદીની કિંમતમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. આમ બુધવારે સોના-ચાંદીની કિંમતમાં ઘટાડો થયો છે.
સોનાનો શું છે ભાવ ?
995 શુદ્ધતા વાળુ સોનું 96762 પ્રતિ 10 ગ્રામ જે ગઇકાલે 96874 હતું. 916 શુદ્ધતા વાળુ સોનું 22 કેરેટનું સોનું 88990 પ્રતિ 10 ગ્રામ ભાવે વેચાઇ રહ્યું છે જે ગઇકાલે 89093 રૂપિયા હતો. 750 શુદ્ધતા વાળુ સોનાની કિંમત 18 કેરેટ સોનાની કિંમત 72863 છે. 585 શુદ્ધતા એટલે કે 14 કેરેટ સોનાની કિંમત 56833 રૂપિયા છે.
ચાંદીના ભાવ આજે 105650 રૂપિયે કિલો છે. જે ગઇકાલે 105967 રૂપિયા હતો, મહત્વનું છે કે આ કિંમતમાં જીએસટી એડ નથી. જ્વેલર્સ ખરીદી કરવા પર મેકિંગ ચાર્જ પણ અલગથી લગાવી શકે છે.
મેટ્રો શહેરમાં શું છે સોના-ચાંદીના ભાવ
| શહેરનું નામ | 24 કેરેટ સોનાનો દર | 22 કેરેટ સોનાનો દર |
| અમદાવાદ | 90,750 | 99,000 |
| દિલ્હી | 99,360 | 91,090 |
| મુંબઇ | 99,210 | 90,940 |
| ચેન્નાઇ | 99,210 | 90,940 |
| કોલકાતા | 99,210 | 90,940 |
સોનાનો ભાવ કેવી રીતે નક્કી થાય છે?
ભારતમાં સોનાનો ભાવ ઘણા કારણોસર બદલાય છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ. સોનું માત્ર રોકાણનું સાધન નથી, પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારો દરમિયાન તેની માંગ વધે છે.









