સોનાના ભાવમાં સતત ફેરફાર જોવા મળી રહ્યો છે. સોનાના ભાવ આસમાને પહોંચ્યા હતા પરંતું હવે ભાવમાં ઘટાડો થયો છે. સોમવારે ટ્રેડિંગના દિવસે વાસ્તવિક વાયદા બજારમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સોમવાર 27 ઓક્ટોબરના રોજ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 5 ડિસેમ્બરની સમાપ્તિ તારીખ ધરાવતો સોનાનો વાયદો ₹1,22,500 પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યો છે જે પાછલા ટ્રેડિંગ દિવસે સોનું ₹1,23,451 પર બંધ થયું હતું.
આજે સોનાનો ભાવ
સવારે 10:10 વાગ્યે 5 ડિસેમ્બરની સમાપ્તિ તારીખ ધરાવતું સોનું MCX પર ₹1,22,150 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જે પાછલા દિવસના બંધ ભાવથી આશરે ₹1,300 નો ઘટાડો હતો. MCX સોનું શરૂઆતના ટ્રેડિંગમાં ₹1,21,822 ના નીચા સ્તરે પહોંચ્યું હતું.હવે ગુડ રિટર્ન અનુસાર સોનાનો આજનો ભાવ જોઇએ તો, 10 ગ્રામ 24 કેરેટ સોનું 124480 પર પહોંચ્યો છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 114100 પ્રતિ 10 ગ્રામ પહોંચ્યો છે.
આજે ચાંદીનો ભાવ
સોમવારે MCX પર ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો. 27 ઓક્ટોબરના રોજ 5 ડિસેમ્બરની સમાપ્તિ તારીખ ધરાવતું ચાંદી ₹1,42,910 પર ખુલ્યો. આ સમાચાર લખતી વખતે, ચાંદી ₹1,46,000 પર ટ્રેડ થઈ રહી હતી, જે તેના પાછલા બંધ ભાવથી લગભગ ₹1,400 નો ઘટાડો હતો. ગુડ રિટર્ન અનુસાર ચાંદીનો ભાવ આજે 155000 રૂપિયા છે.
આજે શું છે મોટા શહેરોમાં સોનાનો ભાવ (ગુડ રિટર્ન અનુસાર )
શહેર 24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ
અમદાવાદ ₹1,24,530 ₹114,150
વડોદરા ₹1,25,670 ₹115,150
ચેન્નાઇ ₹124,910 ₹114,500
મુંબઇ ₹124,480 ₹114,100
દિલ્હી ₹124,630 ₹114,250
કોલકાતા₹124,480 ₹114,100
બેંગ્લોર ₹124,480 ₹114,100










