સોના અને ચાંદીના ભાવમાં વધઘટનો ટ્રેન્ડ ચાલુ છે. ભારતીય બુલિયન બજારમાં આજે એટલે કે 10 જુલાઈના રોજ સોનું અને ચાંદી મોંઘું થયુ છે. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર આજે 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ વધીને 96838 રૂપિયા થઈ ગયો છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે એટલે કે, ભારતીય બુલિયન બજારમાં આજે સોના અને ચાંદી બંનેના ભાવમાં વધારો થયો છે.


[[$googlead]]

સોનાનો ભાવ

રાષ્ટ્રીય સ્તરે, 995 શુદ્ધતાના 10 ગ્રામ સોનાનો ભાવ આજે 96450 રૂપિયા છે, જે બુધવારે 96209 રૂપિયા હતો. જો આપણે 916 શુદ્ધતાના 22 કેરેટ સોનાની વાત કરીએ, તો તે આજે 88704 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વેચાઈ રહ્યો છે, જે ગઈકાલે 88482 રૂપિયા હતો. આજે 18 કેરેટ 750 શુદ્ધતાવાળા સોનાનો ભાવ 72629 રૂપિયા છે અને આજે 14 કેરેટ 585 શુદ્ધતાવાળા સોનાનો ભાવ 56650 રૂપિયા છે.

[[$alsoread]]

ચાંદીનો ભાવ

આજે ચાંદીનો ભાવ 106900 રૂપિયા પ્રતિ કિલો છે. જે બુધવારે 106531 રૂપિયા હતો. તમને જણાવી દઈએ કે આ કિંમતોમાં GST ઉમેરવામાં આવ્યો નથી અને તમારે ઘરેણાં ખરીદવા પર મેકિંગ ચાર્જ અલગથી ચૂકવવા પડશે.

તમને જણાવી દઈએ કે સોમવારથી શુક્રવાર સુધી સોના અને ચાંદીના ભાવ દરરોજ સવારે અને સાંજે ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનની સત્તાવાર વેબસાઇટ ibjarates.com પર પ્રકાશિત થાય છે.

આજે સોનું અને ચાંદી કેટલા મોંઘા થયા? 


શુદ્ધતા બુધવાર સાંજનો દર ગુરુવાર સવારનો દર કેટલો બદલાયો
સોનું (પ્રતિ 10 ગ્રામ) 999 96596 96838 242 રૂપિયા મોંઘુ
સોનું (પ્રતિ 10 ગ્રામ) 995 96209 96450 241 રૂપિયા મોંઘુ
સોનું (પ્રતિ 10 ગ્રામ) 916 88482 88704 222 રૂપિયા મોંઘુ
સોનું (પ્રતિ 10 ગ્રામ) 750 72447 72629 182 રૂપિયા મોંઘુ
સોનું (પ્રતિ 10 ગ્રામ) 585 56509 56650 141 રૂપિયા મોંઘુ
ચાંદી (પ્રતિ 10 ગ્રામ) 999 106531 106900 369 રૂપિયા મોંઘુ

  • Follow us on: