સપ્ટેમ્બર માસની શરૂઆત થતા જ સોનાના ભાવ વધી રહ્યા છે. 1 સપ્ટેમ્બરે તો સોનાનો ભાવ 1 લાખને પાર હતો. ત્યારે આજે પણ સોનાના ભાવમાં તેજી આવી છે. 24 કેરેટ અને 22 કેરેટ સોનાના ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે. આજે 10 ગ્રામ સોનાનો ભાવ 1,06,200 રૂપિયા પર પહોંચી ગયો છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 97400 પર પહોંચ્યો છે. ગઇકાલે સાંજે સોનાનો ભાવ રેકોર્ડ હાઇ પર બંધ થયો હતો. જો કે આજે પણ સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે.
ચાંદીનો ભાવ
ત્યારે આજે ચાંદીના ભાવની વાત કરીએ તો, એક કિલો ચાંદીનો ભાવ 1.26 લાખને પાર પહોંચ્યો છે. દિવસ જાય તેમ ચાંદીના ભાવમાં પણ વધારો થઇ રહ્યો છે. આજે ચાંદીના ભાવમાં 100 રૂપિયાનો વધારો થયો છે.
મેટ્રો શહેરોમાં શું છે સોનાનો ભાવ ?
| શહેર | 24 કેરેટ પ્રતિ 10ગ્રામ | 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ |
| અમદાવાદ | રૂ.1,06,140 | રૂ. 97,300 |
| દિલ્હી | રૂ.1,06,240 | રૂ. 97,400 |
| મુંબઈ | રૂ.1,06,090 | રૂ. 97,250 |
| ચેન્નાઈ | રૂ. 1,06,090 | રૂ. 97,250 |
| બેંગલુરુ | રૂ.1,06,090 | રૂ. 97,400 |
22 કેરેટ અને 24 કેરેટમાં શું છે તફાવત?
24 કેરેટ સોનું 99.9% શુદ્ધ અને 22 કેરેટ સોનું લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે તેને જ્વેલરી બનાવી શકાતું નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.
મિસ્ડ કોલથી જાણો કિંમત
22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દરો જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડા સમયની અંદર એસએમએસ દ્વારા દરો ઉપલબ્ધ થશે. આ સિવાય સતત અપડેટ્સ વિશેની માહિતી માટે તમે www.ibja.co અથવા ibjarates.com પર જઈ શકો છો.
કેવી રીતે નક્કી થાય છે સોનાનો ભાવ
સોના અને ચાંદીના ભાવ દૈનિક ધોરણે નક્કી થાય છે. સોના અને ચાંદીના ભાવ નક્કી કરવા માટે ઘણા પરિબળો જવાબદાર છે, જેમાં વિનિમય દર, ડોલરના ભાવમાં વધઘટ, કસ્ટમ ડ્યુટીનો સમાવેશ થાય છે. જો વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાની પરિસ્થિતિ હોય, તો રોકાણકારો બજારથી અંતર રાખીને સોના જેવી વસ્તુઓમાં સલામત રોકાણને વધુ સારો વિકલ્પ માને છે.
આ ઉપરાંત ભારતમાં સોનાનું સામાજિક અને આર્થિક મહત્વ પણ છે. લગ્ન કે તહેવારમાં સોનું હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત પરિવારમાં સોનું હોવું એ તે પરિવારની સમૃદ્ધિનું પ્રતીક પણ માનવામાં આવે છે. સોનાએ દરેક યુગમાં ફુગાવા કરતાં વધુ સારું વળતર આપવાનું સાબિત કર્યું છે. આ જ કારણ છે કે તેની માંગ હંમેશા રહી છે.