એક તરફ દેશમાં ઓગષ્ટની શરૂઆત થતા કોમર્શિયલ એલપીજી અને સિલેન્ડરવા ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે તો બીજી તરફ સોના ચાંદીના ભાવમાં પણ ફેરફાર આવ્યો છે. ત્યારે જો તમે સોનું ખરીદવાનો પ્લાન કરી રહ્યા હોવ તો તમારા માટે સારા ન્યૂઝ છે. કારણ કે 1 ઓગષ્ટ 2025ના રોજ સોના ચાંદીની કિંમતમાં ઘટાડો થયો છે.
આજે સોનાનો શું છે ભાવ
24 કેરેટ સોનાનો ભાવ એક લાખ પ્રતિ 10 ગ્રામને આસપાસ છે. ત્યારે ગઇકાલની તુલનાએ આજે સોનાના ભાવમાં 580 રૂપિયાનો ઘટા઼ડો થયો છે. 22 કેરેટ સોનાનો ભાવ 91800 પ્રતિ 10 ગ્રામના ભાવે બજારમાં ટ્રેડ કરી રહ્યો છે.
ચાંદીનો ભાવ
આજે ચાંદીનો ભાવ 1,14,000 રૂપિયા થયો છે. ચાંદી ગઇકાલની તુલનાએ 3000 રૂપિયા સસ્તી થઇ છે.
મેટ્રો શહેરોમાં શું છે સોનાનો ભાવ
| શહેર | 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ | 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ |
| અમદાવાદ | રૂ. 99,870 | રૂ. 91,550 |
| દિલ્હી | રૂ. 1,00,170 | રૂ. 91,840 |
| મુંબઈ | રૂ 1,00,020 | રૂ. 91,690 |
| ચેન્નાઈ | રૂ 1,00,020 | રૂ. 91,690 |
| બેંગલુરુ | રૂ 1,00,020 | રૂ. 91,690 |
| કોલકાતા | રૂ 1,00,02 | રૂ. 91,690 |
કેવી રીતે નક્કી થાય છે સોનાનો ભાવ
સોના અને ચાંદીના ભાવ દૈનિક ધોરણે નક્કી થાય છે. સોના અને ચાંદીના ભાવ નક્કી કરવા માટે ઘણા પરિબળો જવાબદાર છે, જેમાં વિનિમય દર, ડોલરના ભાવમાં વધઘટ, કસ્ટમ ડ્યુટીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય બજારમાં કોઈપણ પ્રકારની લચાલ સોનાના ભાવ પર સીધી અસર કરે છે. જો વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાની પરિસ્થિતિ હોય, તો રોકાણકારો બજારથી અંતર રાખીને સોના જેવી વસ્તુઓમાં સલામત રોકાણને વધુ સારો વિકલ્પ માને છે.
આ ઉપરાંત ભારતમાં સોનાનું સામાજિક અને આર્થિક મહત્વ પણ છે. લગ્ન કે તહેવારમાં સોનું હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત પરિવારમાં સોનું હોવું એ તે પરિવારની સમૃદ્ધિનું પ્રતીક પણ માનવામાં આવે છે. સોનાએ દરેક યુગમાં ફુગાવા કરતાં વધુ સારું વળતર આપવાનું સાબિત કર્યું છે. આ જ કારણ છે કે તેની માંગ હંમેશા રહી છે.









