28 જુલાઇ એટલે કે શ્રાવણ માસના પહેલા સોમવારે સોના ચાંદીના ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે. છેલ્લા બે-3 દિવસથી તો સોનાના ભાવ ઘટી રહ્યા છે. ત્યારે આજે પણ સોનાના ભાવમાં ઘટાડો આવ્યો છે. વિવિધ શહેરોમાં સોના ચાંદીના ભાવમાં ફેરફાર જોવા મળે છે. ત્યારે આવો જાણીએ આજે મોટા શહેરોમાં શું છે સોના-ચાંદીનો ભાવ..
સોનાનો ભાવ
સોનાના ભાવમાં શુક્રવારની સરખામણીએ આજે 800 રૂપિયાનો ઘટાડો આવ્યો છે. 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ એક લાખની આસપાસ યથાવત છે. મુંબઇ, ચેન્નાઇના બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનાનો રેટ 99,900 આસપાસ છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 92700 રૂપિયાને પાર છે. ત્યારે આવો જાણીએ મોટા શહેરોમાં શું છે સોના ચાંદીનો ભાવ
ચાંદીનો ભાવ
આજે ચાંદીનો ભાવ 1,15,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ કરી રહ્યો છે.
મેટ્રો શહેરોમાં શું છે સોનાનો ભાવ
| શહેર | 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ | 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ |
| અમદાવાદ | રૂ. 9,99,800 | રૂ. 91,650 |
| દિલ્હી | રૂ. 1,00,070 | રૂ. 91,740 |
| મુંબઈ | રૂ 99,920 | રૂ. 92,540 |
| ચેન્નાઈ | રૂ 99,920 | રૂ. 91,590 |
| કોલકાતા | રૂ 99,920 | રૂ. 92,540 |
| બેંગલુરુ | રૂ 99,920 | રૂ. 91,590 |
ભારતમાં સોનાનો ભાવ કેવી રીતે નક્કી થાય છે?
સોનાના ભાવ આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, આયાત ડ્યુટી અને કર, રૂપિયા અને ડોલર વચ્ચેના વિનિમય દર, માંગ અને પુરવઠાના સંતુલનના આધારે નક્કી થાય છે. ભારતમાં, સોનાનો ઉપયોગ ફક્ત રોકાણ માટે જ નહીં પરંતુ પરંપરાગત રીતે લગ્ન અને તહેવારોમાં પણ થાય છે, તેથી ભાવમાં ફેરફારની સીધી અસર લોકો પર પડે છે.









