સોનાના ભાવ ક્યારેક વધે તો ક્યારેક ઘટે છે. જો તમે વિચારો કે સોનું સસ્તુ થાય ત્યારે ખરીદીશુ તો એવુ ન વિચારવુ કારણ કે સોનું એક દિવસ મોંઘુ તો એક દિવસ સસ્તુ થઇ રહ્યું છે. સોનાના ભાવ સ્થિર રહેતા નથી. ત્યારે 19 જુલાઇએ પણ સોના ચાંદીના ભાવમાં ફેરફાર આવ્યો છે. સોનું એક લાખ પર પહોંચી ગયુ છે. ત્યારે આવો જાણીએ દેશના મોટા શહેરોમાં શું છે સોનાના ભાવ
સોનાના ભાવમાં ફેરફાર
શનિવારે સોનાના ભાવમાં 800 રૂપિયાનો વધારો થયો છે. 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1 લાખની ઉપર ચાલી રહ્યો છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 91700ને પાર પહોંચ્યો છે. રશિયા પર EU ના નવા પ્રતિબંધો અને ડોલર ઇન્ડેક્સમાં નબળાઈ જેવા વિશ્વભરમાં ભૌગોલિક રાજકીય તણાવને કારણે, રોકાણકારો સોનાને સલામત વિકલ્પ તરીકે જોતા થયા છે. જ્યારે પણ વૈશ્વિક સ્તરે અસ્થિરતા કે અનિશ્ચિતતા વધે છે, ત્યારે રોકાણકારો સ્ટોક કે જોખમી બજારોને બદલે સોના જેવા સ્થિર અને સલામત રોકાણ તરફ વળે છે. માંગમાં આ વધારાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં વધારો થયો જેની અસર ભારતના સ્થાનિક બજારો પર પણ પડી.
કેમ વધ્યો ભાવ
યુએસ ડોલર ઇન્ડેક્સમાં ઘટાડાને કારણે સોનાના ભાવમાં પણ વધારો થયો છે. જ્યારે ડોલર નબળો પડે છે ત્યારે અન્ય ચલણો ધરાવતા લોકો માટે સોનું સસ્તું થાય છે, જેના કારણે વૈશ્વિક માંગમાં વધારો થાય છે. આ ઉપરાંત બજાર યુએસ ફુગાવા અને ગ્રાહક વિશ્વાસ સંબંધિત ડેટાની પણ રાહ જોઈ રહ્યું છે. આ બધા પરિબળોને કારણે, આંતરરાષ્ટ્રીય સ્પોટ ગોલ્ડ ગઈકાલે લગભગ $12 વધીને $3,351.53 પ્રતિ ઔંસ થયું, જેની સીધી અસર ભારતના બુલિયન બજારો પર પડી.
ચાંદીની આજની કિંમત
19 જુલાઇએ એક કિલો ચાંદીની કિંમત 1,16000 રૂપિયા નોંધાઇ છે.
મહાનગરોમાં શું છે સોનાનો ભાવ ?
| શહેર | 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ | 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ |
| અમદાવાદ | રૂ. 1,00,090 | રૂ. 91,750 |
| દિલ્હી | રૂ. 1,00,190 | રૂ. 91,850 |
| મુંબઈ | રૂ.1,00,040 | રૂ. 91,700 |
| ચેન્નાઈ | રૂ. 1,00,040 | રૂ. 91,700 |
| કોલકાતા | રૂ. 1,00,040 | રૂ. 91,700 |
| બેંગલુરુ | રૂ. 1,00,040 | રૂ. 91,700 |









