સોનાના ભાવમાં સતત ચઢાવ ઉતાર જોવા મળે છે. જો તમે વિચારો કે સોનું સસ્તુ થાય ત્યારે ખરીદીશુ તો એવુ ન વિચારવુ કારણ કે સોનું એક દિવસ મોંઘુ તો એક દિવસ સસ્તુ થઇ રહ્યું છે. સોનાના ભાવ સ્થિર રહેતા નથી. ત્યારે 22 જુલાઇએ પણ સોના ચાંદીના ભાવમાં ફેરફાર આવ્યો છે. સોનું એક લાખ પર પહોંચી ગયુ છે. ત્યારે આવો જાણીએ દેશના મોટા શહેરોમાં શું છે સોનાના ભાવ
આજે શું છે સોનાનો ભાવ?
તાજેતરના દિવસોમાં સોનાના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે અને બીજી વખત તેની કિંમત 1 લાખ રૂપિયાને વટાવી ગઈ છે. મંગળવારે 22 જુલાઈના રોજ, 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 1,01,290 રૂપિયાના ભાવે ટ્રેડ થઈ રહ્યું છે જ્યારે 22 કેરેટ સોનું 92,850 રૂપિયા અને 18 કેરેટ સોનું 75,970 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે. મહત્વનું છે કે ફુગાવાના દરેક યુગમાં સોનું પોતાને સૌથી વધુ વળતર આપનાર સાબિત થયું છે. આ જ કારણ છે કે રોકાણકારોના મનમાં સોનાનું મહત્વ સતત વધી રહ્યું છે.
શું છે મેટ્રો શહેરમાં સોનાનો ભાવ ?
| શહેર | 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ | 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ |
| અમદાવાદ | રૂ. 1,01,340 | રૂ. 92,900 |
| દિલ્હી | રૂ.1,01,440 | રૂ. 93,000 |
| મુંબઈ | રૂ. 1,01,290 | રૂ. 92,850 |
| ચેન્નાઈ | રૂ. 1,01,290 | રૂ. 92,850 |
| કોલકાતા | રૂ. 1,00,040 | રૂ. 92,850 |
| બેંગલુરુ | રૂ. 1,00,040 | રૂ. 92,850 |
ચાંદીનો શું છે ભાવ
આજે અમદાવાદમાં ચાંદીનો ભાવ 1,18,000 રૂપિયે પહોંચ્યો છે. જે ગઇકાલની સરખામણીએ 2000 રૂપિયા વધારે છે.
કેમ વધ્યો ભાવ ?
યુએસ ડોલર ઇન્ડેક્સમાં ઘટાડાને કારણે સોનાના ભાવમાં પણ વધારો થયો છે. જ્યારે ડોલર નબળો પડે છે ત્યારે અન્ય ચલણો ધરાવતા લોકો માટે સોનું સસ્તું થાય છે, જેના કારણે વૈશ્વિક માંગમાં વધારો થાય છે. આ ઉપરાંત બજાર યુએસ ફુગાવા અને ગ્રાહક વિશ્વાસ સંબંધિત ડેટાની પણ રાહ જોઈ રહ્યું છે. આ બધા પરિબળોને કારણે, આંતરરાષ્ટ્રીય સ્પોટ ગોલ્ડ ગઈકાલે લગભગ $12 વધીને $3,351.53 પ્રતિ ઔંસ થયું, જેની સીધી અસર ભારતના બુલિયન બજારો પર પડી.









