[[$googlead]]
સોનાના ભાવમાં દિવસ જાય તેમ વધારો ઘટાડો નોંધાય છે. ક્યારેક ભાવ વધે છે તો ક્યારેક ઘટે છે. સોનું અત્યારે 1 લાખ સુધી પહોંચી ગયુ છે. પરંતુ ગઇકાલે તેમાં ઘટાડો આવ્યો હતો જ્યારે આજે પણ ઘટાડો આવ્યો છે. ત્યારે આવો જાણીએ સોના ચાંદીના વિવિધ શહેરોમાં શું છે ભાવ..

આજે સોનાનો શું છે ભાવ ?
સતત પાંચમા દિવસે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થઈ રહ્યો છે. રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાના ભાવમાં 110 રૂપિયાનો ઘટાડો થયો છે. રાજધાની દિલ્હીમાં સોનું 99,970 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર કારોબાર કરી રહ્યું છે. 22 કેરેટ સોનું 100 રૂપિયા સસ્તું થયું અને 91,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. (આ ભાવમાં ફેરફાર હોઇ શકે છે. )

શું છે ચાંદીનો ભાવ ?
ચાંદીના ભાવમાં હજુ સુધી કોઈ ફેરફાર થયો નથી. આ સાથે, ચાંદીના ભાવમાં હજુ સુધી કોઈ ફેરફાર થયો નથી. ચાંદીની કિંમત સોમવારે 1 હજાર રૂપિયા ઘટી હતી. 1,13,000 રૂપિયા પ્રતિ કિલો ભાવ નોંધાયો હતો.

મેટ્રો શહેરોમાં શું છે સોનાનો ભાવ ?


શહેર 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ
અમદાવાદ રૂ. 9,98,700 રૂ. 91,650
દિલ્હી રૂ. 1,00,070 રૂ. 91,740
મુંબઈ રૂ 99,920 રૂ. 92,540
ચેન્નાઈ રૂ 99,920 રૂ. 91,590
કોલકાતા રૂ 99,920 રૂ. 92,540
બેંગલુરુરૂ 99,920 રૂ. 91,590

ભારતમાં સોનાનો ભાવ કેવી રીતે નક્કી થાય છે?

સોનાના ભાવ આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, આયાત ડ્યુટી અને કર, રૂપિયા અને ડોલર વચ્ચેના વિનિમય દર, માંગ અને પુરવઠાના સંતુલનના આધારે નક્કી થાય છે. ભારતમાં, સોનાનો ઉપયોગ ફક્ત રોકાણ માટે જ નહીં પરંતુ પરંપરાગત રીતે લગ્ન અને તહેવારોમાં પણ થાય છે, તેથી ભાવમાં ફેરફારની સીધી અસર લોકો પર પડે છે.




  • Follow us on: