ભારતીય સર્રાફા બજારમાં સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન મુજબ 24 જુલાઇએ 999 શુદ્ધતા ધરાવતું 24 કેરેટનું સોનું 99 હજારને પાર પહોંચ્યુ છે. ત્યારે આવો જાણીએ શુદ્ધતાને લઇને સોનાની કિંમત કેટલે પહોંચી છે.
સોનાના ભાવમાં ઘટાડો
બુધવારે, 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1,02,330 રૂપિયાના નવા સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યો હતો. ગુરુવાર, 24 જુલાઈના રોજ, તેનો ભાવ 1,360 રૂપિયા ઘટીને 1,00,970 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો. દરમિયાન, ભારતમાં સોનાના ભાવ પણ ઘટ્યા છે કારણ કે લગભગ એક અઠવાડિયાથી ભાવમાં વધારાને કારણે વેપારીઓએ પણ નફો બુક કર્યો છે.
999 શુદ્ધતા ધરાવતું 24 કેરેટ સોનું આજે 99107 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે. ૯૯૫ શુદ્ધતા ધરાવતું સોનું 98710 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જો આપણે 916 શુદ્ધતા ધરાવતા ૨૨ કેરેટ સોનાની વાત કરીએ, તો તે આજે 90782 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે વેચાઈ રહ્યું છે. 750 શુદ્ધતા ધરાવતા 18 કેરેટ સોનાનો ભાવ આજે 74330 રૂપિયા અને 585 શુદ્ધતા ધરાવતા 14 કેરેટ સોનાનો ભાવ આજે 57978 રૂપિયા છે.
આજનો ચાંદીનો ભાવ
આજે ચાંદીનો ભાવ 1,14,550 રૂપિયા પ્રતિ કિલો છે, જે બુધવારે 115850 રૂપિયા હતો. તમને જણાવી દઈએ કે આ કિંમતોમાં GST ઉમેરવામાં આવતો નથી અને તમારે ઘરેણાં ખરીદવા પર મેકિંગ ચાર્જ અલગથી ચૂકવવા પડશે.
| શુદ્ધતા | બુધવાર સાંજનો દર | ગુરુવાર સવારનો દર | કેટલો બદલાયો | |
| સોનું (પ્રતિ ૧૦ ગ્રામ) | 999 | 100533 | 99107 | 1426 રૂપિયા સસ્તું |
| સોનું (પ્રતિ ૧૦ ગ્રામ) | 995 | 100130 | 98710 | 1420 રૂપિયા સસ્તું |
સોનું (પ્રતિ ૧૦ ગ્રામ) | 915 | 92088 | 90782 | 1306 રૂપિયા સસ્તું |
| સોનું (પ્રતિ ૧૦ ગ્રામ) | 750 | 75400 | 74330 | 1070 રૂપિયા સસ્તું |
સોનું (પ્રતિ ૧૦ ગ્રામ) | 585 | 58812 | 57978 | 834 રૂપિયા સસ્તું |
| ચાંદી (પ્રતિ ૧૦ ગ્રામ) | 999 | 115850 | 114550 | 1300 રૂપિયા સસ્તું |









