મલ્ટી-કોમોડિટી માર્કેટ (MCX) પર આજે સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. સોનાના ભાવ ₹800 થી વધુ ઘટ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ ₹1,400 થી વધુ ઘટ્યા હતા. આ ઘટાડો વૈશ્વિક શેરબજાર પર દબાણ વચ્ચે આવ્યો છે.

MCX પર આજે સોનું ₹800 ઘટીને ₹129,101 પર ટ્રેડ થઈ રહ્યું છે, જ્યારે ચાંદી ₹1,400 ઘટીને ₹180,100 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયું છે. આ આજનું સૌથી નીચું સ્તર છે.

બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવ

ભારતીય બુલિયન માર્કેટ (IBJA) અનુસાર 24 કેરેટ સોનાનો ભાવ ₹800 ઘટીને ₹127,409 પર પહોંચી ગયો છે. 23 કેરેટ સોનાનો ભાવ ₹800 ઘટીને ₹126,899 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. તેવી જ રીતે 22 કેરેટ સોનાનો ભાવ ₹116,707 પ્રતિ 10 ગ્રામ છે. 18 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ ₹95557 છે. ચાંદીનો ભાવ આજે 2000 રૂપિયા ઘટીને હવે ₹177054 પ્રતિ કિલોગ્રામ થયો છે.

મેટ્રો શહેરોમાં સોનાનો ભાવ (ગુડ રિટર્ન અનુસાર )


શહેર 24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ
અમદાવાદ 1,30,140 1,19,300
ચેન્નાઇ 1,30,910 1,20,000
સુરત 1,30,140 1,19,300
મુંબઇ 1,30,480 1,19,600
દિલ્હી 1,30,240 1,19,400
કોલકાતા 1,30,090 1,19,250
વડોદરા 1,30,140 1,19,300


સોનું અને ચાંદી તેમના રેકોર્ડ ઊંચા સ્તરથી કેટલું ઘટી ગયું છે?

MCX મુજબ થોડા દિવસ પહેલા જ સોના અને ચાંદીના ભાવ રેકોર્ડ ઊંચા સ્તરને સ્પર્શ્યા હતા. સોનાનો રેકોર્ડ ઊંચા સ્તર ₹134024 પ્રતિ 10 ગ્રામ હતો અને વર્તમાન ભાવ ₹129100 પ્રતિ 10 ગ્રામ છે. પરિણામે સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ ₹4900 ઓછો થયો છે.

ચાંદી જે થોડા દિવસ પહેલા ₹185234 પ્રતિ કિલોગ્રામના રેકોર્ડ ઊંચા સ્તર પર હતી તે હવે ઘટીને ₹180100 પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે. આ સંદર્ભમાં ચાંદી તેના રેકોર્ડ ઊંચા સ્તરથી ₹5200 ઘટી ગઈ છે.



વધુ વાંચો-Stock Market Opening: ટ્રમ્પના ટેરિફ સંકેતથી શેરબજાર ધડામ, સેન્સેક્સ 589 પોઇન્ટ તૂટ્યો