આજે દેશભરમાં ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ગણેશ સ્થાપનાના દિવસે સોનાના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. ગઇકાલની તુલનાએ આજે સોનાના ભાવમાં વધારો થયો છે. અમેરિકા દ્વારા હાઇ ટેરિફ લાગુ આજથી થયો છે. જેને લઇને સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. સોમવારે સોનાના ભાવમાં ઘટાડો આવ્યો હતો મંગળવારે સોનાના ભાવ ફરીથી વધ્યા હતા. ત્યારે આવો જાણીએ શું છે સોનાનો ભાવ..

આજે શું છે સોનાનો ભાવ

ગણપતિ સ્થાપનાના દિવસે સોનું મોંઘુ થયું છે. ગઈકાલની સરખામણીમાં સોનું 800 રૂપિયા વધ્યું છે. 24 કેરેટ સોનાનો ભાવ 1,02,000 રૂપિયાથી ઉપર છે. મુંબઈ, ચેન્નાઈ, કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ 94,000 રૂપિયાથી ઉપર છે.

આજે શું છે ચાંદીનો ભાવ

ચાંદીનો ભાવ 1,20,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે. આ ગઈકાલના ભાવે જ છે. સોનું મોંઘુ થવાનું સૌથી મોટું કારણ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો તાજેતરનો નિર્ણય માનવામાં આવે છે. ટ્રમ્પે ફેડરલ રિઝર્વ ગવર્નર લિસા કૂકને તેમના પદ પરથી હટાવી દીધા, જેનાથી સેન્ટ્રલ બેંકની સ્વતંત્રતા પર સવાલ ઉભા થયા. આ પગલાથી રોકાણકારોમાં અનિશ્ચિતતા અને ચિંતા વધી. રોકાણકારો સામાન્ય રીતે સલામત રોકાણ વિકલ્પો તરફ વળે છે, અને સોનાને હંમેશા સલામત સંપત્તિ માનવામાં આવે છે. આના કારણે સોનાની માંગ વધી અને ભાવમાં વધારો જોવા મળ્યો.

 મેટ્રો શહેરોમાં શું છે સોનાનો ભાવ ? 

શહેર 24 કેરેટ પ્રતિ 10 ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ
અમદાવાદ રૂ.1,02,490 રૂ. 93,950
દિલ્હી રૂ.1,02,590 રૂ. 94,050
મુંબઈ રૂ. 1,02,440 રૂ. 93,900
ચેન્નાઈ રૂ. 1,02,440 રૂ. 93,900
બેંગલુરુ
 રૂ.1,02,440 રૂ. 93,900


22 કેરેટ અને 24 કેરેટમાં શું છે તફાવત?

24 કેરેટ સોનું 99.9% શુદ્ધ અને 22 કેરેટ સોનું લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે તેને જ્વેલરી બનાવી શકાતું નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.


મિસ્ડ કોલથી જાણો કિંમત

22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દરો જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડા સમયની અંદર એસએમએસ દ્વારા દરો ઉપલબ્ધ થશે. આ સિવાય સતત અપડેટ્સ વિશેની માહિતી માટે તમે www.ibja.co અથવા ibjarates.com પર જઈ શકો છો.


કેવી રીતે નક્કી થાય છે સોનાનો ભાવ

સોના અને ચાંદીના ભાવ દૈનિક ધોરણે નક્કી થાય છે. સોના અને ચાંદીના ભાવ નક્કી કરવા માટે ઘણા પરિબળો જવાબદાર છે, જેમાં વિનિમય દર, ડોલરના ભાવમાં વધઘટ, કસ્ટમ ડ્યુટીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય બજારમાં કોઈપણ પ્રકારની લચાલ સોનાના ભાવ પર સીધી અસર કરે છે. જો વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાની પરિસ્થિતિ હોય, તો રોકાણકારો બજારથી અંતર રાખીને સોના જેવી વસ્તુઓમાં સલામત રોકાણને વધુ સારો વિકલ્પ માને છે.

આ ઉપરાંત ભારતમાં સોનાનું સામાજિક અને આર્થિક મહત્વ પણ છે. લગ્ન કે તહેવારમાં સોનું હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત પરિવારમાં સોનું હોવું એ તે પરિવારની સમૃદ્ધિનું પ્રતીક પણ માનવામાં આવે છે. સોનાએ દરેક યુગમાં ફુગાવા કરતાં વધુ સારું વળતર આપવાનું સાબિત કર્યું છે. આ જ કારણ છે કે તેની માંગ હંમેશા રહી છે.