દેશભરમાં સોના ચાંદીના ભાવમાં વધારો ઘટા઼ડો જોવા મળી રહ્યો છે. જીએસટી કાઉન્સિલની 56મી બેઠકમાં મોટા નિર્ણયો લેવાયા છે.જેની સીધી અસર શેરમાર્કેટ પર જોવા મળી રહી છે. આ બેઠક બાદ દેશભરમાં સોનાની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો,. પરંતુ આજે સોનાના ભાવમાં વધારો થયો છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ ફેરફાર આવ્યો છે. ત્યારે 5 સપ્ટેમ્બરના રોજ જાણીએ શું છે સોના ચાંદીનો લેટેસ્ટ રેટ..
આજનો સોનાનો ભાવ
શુક્રવાર 5 સપ્ટેમ્બર, સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ગઈકાલની સરખામણીમાં આજે સોનું 700 રૂપિયા મોંઘુ થયું છે. સોનું ફરી એકવાર 1,07,000 રૂપિયાના સર્વોચ્ચ સ્તરને પાર કરી ગયું છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 98,800 રૂપિયાથી ઉપર છે. ત્યારે આવો જાણીએ શું છે દેશના મોટા મોટા શહેરોમાં શું છે સોના ચાંદીના ભાવ..
આજનો ચાંદીના ભાવ
ચાંદીના ભાવ 1,26,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યા છે. ચાંદી આજે 1000 રૂપિયા સસ્તી થઈ ગઈ છે.
મેટ્રો શહેરોમાં શું છે સોનાનો ભાવ
| શહેર | 24 કેરેટ પ્રતિ 10ગ્રામ | 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ |
| અમદાવાદ | રૂ.1,06,910 | રૂ. 98,000 |
| દિલ્હી | રૂ.1,07,010 | રૂ. 98,100 |
| મુંબઈ | રૂ. 1,06,860 | રૂ. 97,950 |
| ચેન્નાઈ | રૂ. 1,06,860 | રૂ. 97,950 |
બેંગલુરુ
| રૂ.1,06,860 | રૂ. 97,950 |
22 કેરેટ અને 24 કેરેટમાં શું છે તફાવત?
24 કેરેટ સોનું 99.9% શુદ્ધ અને 22 કેરેટ સોનું લગભગ 91% શુદ્ધ છે. 22 કેરેટ સોનામાં તાંબુ, ચાંદી, જસત જેવી 9% અન્ય ધાતુઓનું મિશ્રણ કરીને જ્વેલરી તૈયાર કરવામાં આવે છે. જ્યારે 24 કેરેટ સોનું વૈભવી છે તેને જ્વેલરી બનાવી શકાતું નથી. તેથી જ મોટાભાગના દુકાનદારો 22 કેરેટમાં સોનું વેચે છે.
મિસ્ડ કોલથી જાણો કિંમત
22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના છૂટક દરો જાણવા માટે તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. થોડા સમયની અંદર એસએમએસ દ્વારા દરો ઉપલબ્ધ થશે. આ સિવાય સતત અપડેટ્સ વિશેની માહિતી માટે તમે www.ibja.co અથવા ibjarates.com પર જઈ શકો છો.
કેવી રીતે નક્કી થાય છે સોનાનો ભાવ
સોના અને ચાંદીના ભાવ દૈનિક ધોરણે નક્કી થાય છે. સોના અને ચાંદીના ભાવ નક્કી કરવા માટે ઘણા પરિબળો જવાબદાર છે, જેમાં વિનિમય દર, ડોલરના ભાવમાં વધઘટ, કસ્ટમ ડ્યુટીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય બજારમાં કોઈપણ પ્રકારની લચાલ સોનાના ભાવ પર સીધી અસર કરે છે. જો વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાની પરિસ્થિતિ હોય, તો રોકાણકારો બજારથી અંતર રાખીને સોના જેવી વસ્તુઓમાં સલામત રોકાણને વધુ સારો વિકલ્પ માને છે.
આ ઉપરાંત ભારતમાં સોનાનું સામાજિક અને આર્થિક મહત્વ પણ છે. લગ્ન કે તહેવારમાં સોનું હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત પરિવારમાં સોનું હોવું એ તે પરિવારની સમૃદ્ધિનું પ્રતીક પણ માનવામાં આવે છે. સોનાએ દરેક યુગમાં ફુગાવા કરતાં વધુ સારું વળતર આપવાનું સાબિત કર્યું છે. આ જ કારણ છે કે તેની માંગ હંમેશા રહી છે.