સોના ચાંદીના ભાવમાં સતત વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે વાત કરીએ સોનાની તો, સોનાના ભાવ છેલ્લા 3 દિવસથી ઘટી રહ્યા છે. ત્યારે આજની વાત કરીએ તો આજે પણ સોનાના ભાવમાં ઘટાડો થયો છે. લગ્ન પ્રસંગ નિમિત્તે કે પછી રોકાણ અર્થે અત્યારે સોનાની ખરીદી કરી શકો છો. થોડા દિવસો પહેલા સોનું એક લાખને પાર હતુ ત્યારે આજે કેટલી છે કિંમત તે વિશે જાણીએ.


[[$googlead]]

આજે સોનાનો ભાવ

26 જૂને સોનાનો ભાવ ગઇકાલની તુલનાએ 350 રૂપિયા ઘટ્યો છે. આજે 10 ગ્રામ સોનું 350 રૂપિયા સસ્તુ થયુ છે. એટલે કહી શકાય કે સોનાનો ભાવ અત્યારે એક લાખની નીચે આવી ગયો છે. બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 98,900 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે અને 22 કેરેટ સોનાનો ભાવ 90,700 રૂપિયાથી ઉપર છે. દેશમાં એક કિલો ચાંદીનો ભાવ 1,08,000 રૂપિયા પ્રતિ કિલો છે.

[[$alsoread]]

મેટ્રો શહેરમાં શું છે સોના-ચાંદીના ભાવ


શહેરનું નામ 24 કેરેટ સોનાનો દર 22 કેરેટ સોનાનો દર
અમદાવાદ 90,750 99,000
દિલ્હી 99,100 90,850
મુંબઇ 98,950 90,700
ચેન્નાઇ 98,950 90,700
કોલકાતા 98,950 90,700


ચાંદીની કિંમત આજે કેટલી ?

આજે 26 જૂન 2025 ના રોજ ચાંદીનો ભાવ 1,08,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે. ગઈકાલની સરખામણીમાં ચાંદીના ભાવમાં 800 રૂપિયાનો ઘટાડો થયો છે.

સોનાનો ભાવ કેવી રીતે નક્કી થાય છે?

ભારતમાં સોનાનો ભાવ ઘણા કારણોસર બદલાય છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ. સોનું માત્ર રોકાણનું સાધન નથી, પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારો દરમિયાન તેની માંગ વધે છે. 

  • Follow us on: