સોના ચાંદીના ભાવમાં દરરોજ ફેરફાર જોવા મળેછે. ક્યારેક સોનાના ભાવમાં વધારો આવે છે તો ક્યારેક ઘટાડો. ગઇકાલની તુલનાએ આજે સોનાના ભાવમાં વધારો આવ્યો છે. દરેક શહેર મુજબ પણ સોનાના ભાવમાં ફેરફાર જોવા મળે છે. ત્યારે 8 જુલાઇએ સોનાનો શું ભાવ છે. ચાંદીના પણ શું ભાવ છે આવો જાણીએ સોના ચાંદીનો લેટેસ્ટ ભાવ.
સોનાનો ભાવ
આજે સોનાના ભાવમાં વધારો થયો છે. ગઈકાલના બંધ ભાવની સરખામણીમાં આજે મંગળવાર 8 જુલાઈ 2025 ના રોજ, સોનામાં 550 રૂપિયાનો વધારો થયો છે. આ વધારો 24 કેરેટ સોનામાં છે. 22 કેરેટ સોનાના ભાવમાં 500 રૂપિયાનો વધારો થયો છે. સોનાના ઘરેણાં ફક્ત 22 કેરેટમાં બનાવવામાં આવે છે. દેશના બુલિયન બજારોમાં 22 કેરેટ સોનાનો ભાવ 90,600 રૂપિયાની આસપાસ રહે છે. 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 98,900 રૂપિયાથી ઉપર ટ્રેડ થઈ રહ્યો છે.
મેટ્રો શહેરોમાં શું છે ભાવ ?
| શહેરનું નામ | 24 કેરેટ સોનાનો દર | 22 કેરેટ સોનાનો દર |
| અમદાવાદ | 98,890 | 90,650 |
| દિલ્હી | 98,990 | 90,750 |
| મુંબઇ | 98,840 | 90,600 |
| ચેન્નાઇ | 98,840 | 90,600 |
| કોલકાતા | 98,840 | 90,600 |
ચાંદીનો શું છે ભાવ ?
એક કિલોગ્રામ ચાંદીનો ભાવ 1,10,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. 8 જુલાઈના રોજ સોના અને ચાંદીના ભાવ જોઇએ તો, ચાંદીમાં આજે 100 રૂપિયાનો વધારો થયો છે. જે ગઇકાલે 1,09,900 હતો.
સોનાનો ભાવ કેવી રીતે નક્કી થાય છે?
ભારતમાં સોનાનો ભાવ ઘણા કારણોસર બદલાય છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ. સોનું માત્ર રોકાણનું સાધન નથી, પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારો દરમિયાન તેની માંગ વધે છે.









