દિવસ જાય તેમ સોના ચાંદીના ભાવમાં વધારો ઘટાડો નોંધાઇ રહ્યો છે. ક્યારેક સોનામાં ભાવ વધે તો ક્યારેક ભાવમાં ઘટાડો થાય છે. વળી આજના દિવસોમાં તો ચાંદીની કિંમત પણ રેકોર્ડબ્રેક પહોંચી રહી છે. ચાંદી એક લાખને પાર પહોંચી છે. ત્યારે 16 જુલાઇના રોજ સોના ચાંદીની કિંમતોમાં કેટલો ફેરફાર જોવા મળ્યો તે વિશે જાણીએ.


[[$googlead]]

સોનાનો શું છે ભાવ ?

બુધવારે 16 જુલાઇએ સોનાનો ભાવ 500 રૂપિયા ઘટ્યો છે. બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ 99400 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 91000 રૂપિયા પર ટ્રેડ કરી રહ્યો છે. સોનાની કિંમતમાં ઘટાડો થવાનું કારણ અમેરિકી ડોલરની મજબૂતી અને પ્રોફિટ બુકિંગ પર વિચારણા કરવામાં આવી રહી છે. યુએસ ડોલર ઇન્ડેક્સ મજબૂત થતાં સોનાના ભાવ દબાણમાં આવ્યા અને રોકાણકારોએ સાવચેતીભર્યું વલણ અપનાવ્યું.

[[$alsoread]]

ચાંદીની કિંમત

આજે દેશમાં ચાંદીની કિંમતમાં થોડો ઘટાડો થયો છે. એક કિલો ચાંદીનો ભાવ 1,14,000 રૂપિયા પહોંચ્યો છે. 

મોટા શહેરોમાં શું છે સોનાનો ભાવ ? 

શહેરનું નામ 24 કેરેટ સોનાનો દર 22 કેરેટ સોનાનો દર
અમદાવાદ 99,330 91,050 
દિલ્હી 99,430 91,150 
મુંબઇ 99,280 91,000
ચેન્નાઇ
 99,280 91,000
કોલકાતા 99,280 91,000 

સોનાનો ભાવ કેવી રીતે નક્કી થાય છે?

ભારતમાં સોનાનો ભાવ ઘણા કારણોસર બદલાય છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારના ભાવ, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ. સોનું માત્ર રોકાણનું સાધન નથી, પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારો દરમિયાન તેની માંગ વધે છે.


  • Follow us on: